ન્યૂઝ ડેસ્ક : ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ગુજરાતના પ્રવાસે છે. આ તકે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન (indo pak border project nadabet) કર્યું હતું. આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. નડાબેટ બોડર પર પ્રવાસન સ્થળ તરીકે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં, ગુજરાતનું આ પહેલી બોર્ડર પોઈન્ટ છે, જ્યાં સરહદની ફોટો ગેલેરી (Border Photo Gallery) અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.
BSFના જવાનો જ પ્રદર્શન : કહેવામાં આવી રહ્યું છે કે નડાબેટમાં માત્ર BSFના જવાનો જ પ્રદર્શન કરશે, જેમાં પાકિસ્તાન આર્મી ભાગ નહીં લે. નડાબેટનો પોઈન્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી 20થી 25 કિલોમીટર પહેલા જ બનેલો છે. નડાબેટ સૈનિકોની કહાણીઓ આપણી સામે દૃષ્ટિબિંદુમાં રજૂ કરશે. પ્રવાસીઓ સરહદ પરના તારાઓને સ્પર્શ કરીને તેમને અનુભવી શકશે. સાથે જ આનાથી ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે.
-
Gujarat | Union Home Minister Amit Shah attends the inauguration ceremony of the border viewing point on the India-Pakistan international boundary in Nadabet of Banaskantha district. CM Bhupendra Patel and other leaders are also present at the event. pic.twitter.com/fYDgJQb1EX
— ANI (@ANI) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | Union Home Minister Amit Shah attends the inauguration ceremony of the border viewing point on the India-Pakistan international boundary in Nadabet of Banaskantha district. CM Bhupendra Patel and other leaders are also present at the event. pic.twitter.com/fYDgJQb1EX
— ANI (@ANI) April 10, 2022Gujarat | Union Home Minister Amit Shah attends the inauguration ceremony of the border viewing point on the India-Pakistan international boundary in Nadabet of Banaskantha district. CM Bhupendra Patel and other leaders are also present at the event. pic.twitter.com/fYDgJQb1EX
— ANI (@ANI) April 10, 2022
આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહ નડાબેટ બોર્ડર ટુરિઝમનો 10 એપ્રિલે પ્રારંભ કરાવશે
પાકિસ્તાન બોર્ડરથી 25 કિલોમીટર દૂર - નડાબેટ બોડર બાબતે ગુજરાત રાજ્યના પ્રવાસન( Gujarat Tourism )વિભાગના એમડી આલોક કુમાર પાંડે વિગત આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન બોર્ડર થી 25 કિલોમીટર દૂર (Launch of Nadabet Border Tourism)બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે આવેલા સુઈગામ ખાતે આ પ્રોજેક્ટ 125 કરોડના ખર્ચે ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જે રીતે અટારી અને વાઘા બોર્ડર પરેડ થાય છે અને લોકો દેશ પ્રેમનું મહત્વ સમજે છે તેવી જ પેટન થી ગુજરાતમાં નડાબેટ બોર્ડર પર ટુરીઝમ તૈયાર કરવામાં આવી છે.
કઇ કઇ સુવિધાઓ હશે ઉપલબ્ધ - સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.
ટુરિસ્ટોને આપવામાં આવશે પૂરું પેકેજ- પ્રવાસ અંગે વધુમાં માહિતી આપતા આલોક કુમાર પાન્ડેએ જણાવ્યું હતું કે આજે પણ પ્રવાસીઓ આવશે તે લોકોને પૂરેપૂરું પેકેજ આપવામાં આવશે. અહીંયા ટિકિટ પણ રાખવામાં આવી છે જ્યારે લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો નડાબેટ બોર્ડર ઉપર એક ખાસ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઇતિહાસને ગુજરાતને લગતી તમામ પ્રકારની માહિતીઓ રાખવામાં આવી છે સાથે જ બોર્ડર ઉપર સિક્યુરિટી કઇ રીતનું કામ કરે છે તે પ્રકારની માહિતી પણ આપવામાં આવતો સાથે જ જે યુવાનો BSFમાં અને આર્મીમાં જોડાવા માંગે છે તેવા યુવાઓને પૂરેપૂરી માહિતી પણ આપવામાં આવશે.
આ પણ વાંચો : BSF ના ડાયરેકટર જનરલે હરામીનાળાની લીધી મુલાકાત, જવાનોના કર્યાં વખાણ
ખાસ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું - નડાબેટ બોર્ડર ઉપર એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઓડિયો અને વિડીયોના મદદથી તમામ વસ્તુઓની માહિતીઓ પણ આપવામાં આવશે. સાથે જ નડાબેટ બોર્ડર પાસે જે પ્રવાસન વિભાગ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન રવિવારે સવારે 9 થી10 કલાકની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કરશે.
એડવેન્ચર એરેના એક્ટિવિટી ઝોન બનાવ્યો : નિશાનના નામે એક આર્ટ ગેલેરી પણ છે. આ સિવાય એડવેન્ચર એરેના એક્ટિવિટી ઝોન પણ છે જેમાં ઝિપ-લાઈનિંગથી લઈને શૂટિંગ, ક્રોસબો, પેંટબોલ, રોકેટ ઈજેક્ટર વગેરેનો આનંદ લઈ શકાય છે. તે જ સમયે, BSFને સમર્પિત એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મિગ-27 ફાઈટર એરક્રાફ્ટ અને BSF પિલર છે.