ETV Bharat / headlines

26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ, કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળશે લાભ

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા 108 એમ્બ્યુલન્સ ની સંખ્યામાં તાત્કાલિક વધારો કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેને જોતા રૂ. 26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત કરી સેવામાં મોકલવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની સેવાનો લાભ કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળી રહેશે.

26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ, કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળશે લાભ
26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ, કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળશે લાભ
author img

By

Published : Apr 29, 2021, 10:49 PM IST

  • કોર કમિટિની બેઠકમાં લેવાયા નિર્ણયો
  • 9મી સુધી સરકારી કચેરીઓમાં શનિ-રવિ રજા રહેશે
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ નવી 108 એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત 25 લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ- દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે ધારાસભ્યો તેમની ગ્રાન્ટમાંથી આપી શકશે. તેમજ સરકારી કચેરીઓમાં શનિ-રવિ રજા સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા.

કચ્છથી ડાંગ સુધીના જિલ્લાઓમાં સેવા માટે નવી 108 એમ્બ્યુલન્સને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવી

ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્યના નાગરિકોની સેવામાં માત્ર એક જ અઠવાડિયામાં 150 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. રૂ. 26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ ઓક્સિજન વ્યવસ્થા ,જરૂરી તબીબી સાધનોથી સજ્જ કરી કચ્છથી ડાંગ સુધીના જિલ્લાઓમાં સેવા માટે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી પ્રસ્થાન કરાવી. જેમાં જીપીએસ સીસ્ટમ, સ્માર્ટ ફોન અને અનુભવી તાલીમબદ્ધ પેરા મેડિકલ સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમિત લોકોને હોસ્પિટલ પહોચાડવા આ એમ્બ્યુલન્સ સેવાથી વધુ સઘન અને સુદ્રઢ બની રહેશે.

કોર કમિટીની બેઠકમાં લેવાયા આ મહત્વના નિર્ણયો

1. રાજ્યના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા 25 લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ- દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.

2. રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત 25 લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.

3. 25 લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ- દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ સાધનો વસાવવા માટે આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

4. રાજ્યની સરકારી કચેરીઓમાં તારીખ ૯મી મે સુધી શનિવાર-રવિવાર દરમિયાન રજા રહેશે. રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં અને અધિકારી- કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.