ETV Bharat / entertainment

14 વર્ષના છોકરાની વાત શોર્ટ ફિલ્મ પ્રહલાદ દરેક ઉદ્યોગસાહસિક માટે છે પ્રેરણારૂપ - Gujarati Film Actor Manoj Joshi

આબિદ શમીમ, અન્નપૂર્ણા સોની, મનોજ જોશી, ભાર્ગવી ચિરમુલે અને ચિન્મય દાસ પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. શોર્ટ ફિલ્મ પ્રહલાદે (Short Film Prahlad) Prague International Film Festival, લંડન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ફેસ્ટિવલ અને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિત 22 વૈશ્વિક અને ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કારો જીત્યા છે.

14 વર્ષના છોકરાની વાત શોર્ટ ફિલ્મ પ્રહલાદ દરેક ઉદ્યોગસાહસિક માટે છે પ્રેરણારૂપ

author img

By

Published : Sep 28, 2022, 4:36 PM IST

પ્રહલાદ એક 14 વર્ષના છોકરાની પ્રેરણાદાયી વાર્તા છે, જે તેની 10 રૂપિયા થી 10,000 કરોડ રૂપિયાની (Short Film Prahlad) કંપનીની સફરનું વર્ણન કરે છે. આ ફિલ્મનું નિર્માણ શ્બેંગ મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. કેટલીક વાર્તાઓ કંઈ પણ બોલ્યા (Inspirational story short film Prahlad) વિના ઘણું બઘું કઈ જાય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને પાર કરીને તમારું નામ અને પૈસા કમાવવું સહેલું નથી, પણ અશક્ય પણ નથી. આવી જ એક પ્રેરણાત્મક વાર્તા ફિનોલેક્સ ગ્રુપના સ્થાપક સ્વ.શ્રી પ્રહલાદ પી. છાબરિયાની છે.

ફિલ્મની વાર્તાઃ પ્રહલાદ છાબરિયાના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ પ્રહલાદ 1 સપ્ટેમ્બરના રોજ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા દેશના ઉદ્યોગ સાહસિકો માટે એક આશા છે, જેમાંથી બિઝનેસ કરતા લોકો કંઈક શીખી શકે છે. કઈ રીતે તે પોતાના બિઝનેસને કોઈ પણ જૂઠાણા વગર ઉંચાઈ પર લઈ જાય છે, તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. 1945માં બનેલી આ ફિલ્મ એક 14 વર્ષના છોકરાની વાર્તા કહે છે, જેણે તેના પિતાના મૃત્યુ પછી અમૃતસરમાં નોકરી છોડી દીધી હતી.

મોટો સંધર્ષઃ તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમના શર્ટના ખિસ્સામાં માત્ર 10 રૂપિયા હતા. બોમ્બે જતી ટ્રેનમાં, તે મુસાફરોથી ભરેલા ડબ્બામાં બેસે છે, જેમાં ભારતની વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. દરેક મુસાફરના હાથમાં આશાઓની થેલી હોય છે, જે પોતાના મુકામ સુધી પહોંચવાની રાહ જોતા હોય છે. કેટલાક પ્રહલાદની જેમ, કામની શોધમાં અને પૈસા કમાઈને ઘરે મોકલવાની આશામાં તો, કેટલાક તેમની બીમારીની સારવાર માટે મુસાફરી કરી રહ્યા છે અને કેટલાક એટલે મુસાફરી કરે છે કારણ કે, તેમની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી.

આવું પણ થયેલુંઃ જેમ જેમ ટ્રેન બોમ્બે તરફ આગળ વધે છે, ધુમાડો વધે છે અને રસ્તામાં નાના શહેરો અને ગામડાઓમાં ટ્રેન થોભી જાય છે, યુવાન પ્રહલાદ તેના સહ-પ્રવાસીઓ સાથે વાત કરે છે. તેની નિષ્ઠાવાન સ્મિત સાથે રમતા, તે હજી પણ લોકો સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક તેણે પંદરમી વખત તેના શર્ટના ખિસ્સામાંથી હાથ ખેંચ્યો જેમાં તેની પાસે 10 રૂપિયા હતા. પરંતુ આ વખતે તેના ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ ગાયબ હતી.

નૈતિકતાના પાઠઃ પોતાની જાતને શાંત અને નિરાંતે રાખીને, તે દસ રૂપિયાની નોટ ફરીથી કેવી રીતે શોધે છે, નૈતિકતા અને આદરની મજબૂત ભાવના દર્શાવે છે, તે આ વાર્તાનો મુખ્ય આધાર છે. આ યુવાન છોકરા સાથે બનેલી આ ઘટના આજના ઉદ્યોગસાહસિક માટે એક દાખલો બેસાડે છે. છાબરિયાની કંપની ફિનોલેક્સ ગ્રુપમાં ખેડૂતો, ડીલરો, વિક્રેતાઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે મજબૂત અને સ્થાયી સંબંધો બનાવવાના સંદર્ભમાં વેપાર કરવાના ગુણો ધરાવે છે. 10 રૂપિયાની નોટથી શરૂ થયેલી સફર શ્રી પ્રહલાદ પી છાબરિયાના અવસાન પછી 10,000 કરોડ રૂપિયાની કંપની બનાવવા માટે ચાલુ રહી. જ્યારે શ્રી પ્રહલાદ પી. છાબરિયાનું નિધન થયું હતું. તેમણે એક નમ્ર વારસો, ફિનોલેક્સ ગ્રૂપ પાછળ છોડી દીધો, જે તેમના બાળકો અને પૌત્રો સાથે આજે પણ ચાલુ છે.

મોટો સંદર્ભઃ આ ફિલ્મ પ્રહલાદ, શ્રી પ્રહલાદ છાબરિયાની આત્મકથા 'There’s No Such Thing as a Self Made Man' ની સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ શ્બેંગ મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક પીરિયડ ફિલ્મ છે, જે સુંદર રીતે વીતેલા યુગને કેપ્ચર કરે છે. લાખ મેં એક ફેમ ઋત્વિક સહોર ફિલ્મના મુખ્ય પાત્ર પ્રહલાદ છાબરિયાના રોલમાં જોવા મળે છે. આ સિવાય આબિદ શમીમ, અન્નપૂર્ણા સોની, મનોજ જોશી, ભાર્ગવી ચિરમુલે અને ચિન્મય દાસ પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. શોર્ટ ફિલ્મ પ્રહલાદે Prague International Film Festival, લંડન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ફેસ્ટિવલ અને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિત 22 વૈશ્વિક અને ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કારો જીત્યા છે. આ ફિલ્મનું પ્રીમિયર યુટ્યુબ ચેનલ, હમારા મૂવી પર કરવામાં આવ્યું છે, તમે યુટ્યુબ પર જઈને આ ફિલ્મ સરળતાથી જોઈ શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.