ETV Bharat / entertainment

Yaariyan 2 Teaser OUT: 'યારિયાં 2'નું ટીઝર રિલીઝ, ફિલ્મની સ્ટારકાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા - યારિયાં 2નું ટીઝર

2014માં આવેલી ફિલ્મ 'યારિયાં'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. જેની સફળતા બાદ ફિલ્મના નિર્માતાએ ફિલ્મ 'યારિયાં 2'નું ટીઝર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

Etv BharatYaariyan 2 Teaser OUT
Etv BharatYaariyan 2 Teaser OUT
author img

By

Published : Aug 10, 2023, 5:31 PM IST

હૈદરાબાદઃ લવ અને ડ્રામાથી ભરપુર ફિલ્મ 'યારિયાં 2' ફિલ્મનું પહેલું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 2014માં આવેલી ફિલ્મ 'યારિયાં'ની સિક્વલ છે. આ વખતે ફિલ્મ 'યારિયાં 2'ની સ્ટારકાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે હિમાંશ કોહલી અને રકુલપ્રીત નહીં, પરંતુ દિવ્યા ખોસલા કુમાર 2 યુવા કલાકારો મીઝાન જાફરી અને પર્લ વી પુરી સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર ખૂબ જ ઈમ્પ્રેસિવ છે અને ટીઝર જોઈને ખબર પડે છે. તમને જણાવી દઈએ કે, મીઝાન જાફરી એક્ટર જાવેદ જાફરીના પુત્ર છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કેવું છે 'યારિયાં 2'નું ટીઝર?: 2.22 મિનિટના આ ટીઝરમાં મિત્રતા, પ્રેમ, લડાઈ, લગ્ન અને પછી સ્ટારકાસ્ટ વચ્ચે જુદા પડવાની સફર બતાવવામાં આવી રહી છે. બધાને અલગ અલગ લવ લાઈફ આપવામાં આવે છે. ટીઝર દર્શાવે છે કે, મીઝાન અને પર્લ અભિનેત્રી દિવ્યાના મિત્રો છે. ટીઝરમાં મીઝાન લગ્ન પહેલા દિવ્યાને ભગાડીને લઈ જતા જોવા મળે છે, પરંતુ દિવ્યાએ મીઝાનને બદલે અભિનેતા યશ દાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા છે. મીઝાન બીજા કોઈને પ્રેમ કરે છે અને પર્લના જીવનમાં પણ બીજુ કોઈ છે.

જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છેઃ ફિલ્મ 'યારિયાં 2'નું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર અને આયુષ મહેશ્વરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, દિવ્યા ખોસલા કુમાર અને બંગાળી કલાકારો યશદા ગુપ્તા, મીજાન જાફરી અને અનસ્વરા રાજન, વારિના હુસૈન અને પર્લ વી પુરી ફિલ્મમાં જોડીમાં જોવા મળશે. વિંક ગર્લ અને સાઉથની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર અને ભાગ્યશ્રી બોરસે ફિલ્મમાં સ્પેશિયલ અપિયરન્સ આપતા જોવા મળશે. આ ફિલ્મ 20 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોઃ

  1. Jawan New Poster : 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ, ફિલ્મના વિલનનો લુક જોઈને ચોકી જશો
  2. Rajinikanth's Jailer Releases: આજે રજનીકાંતની ફિલ્મ 'જેલર' થઈ રિલીઝ, જાપાની કપલ ફિલ્મ જોવા ભારત પહોંચ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.