અમદાવાદ: સની દેઓલની 'ગદર 2' ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને લાંબા સમય બાદ બોલિવુડમાં કમબેક કર્યું છે. 'ગદર 2' સ્થાનિક બોક્સ ઓફિસ પર 500 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર 'પઠાણ', 'KGF' અને 'બાહુબલી 2'ને પાછળ છોડી દીધી છે. આ દરમિયાન સની દેઓલ 'ગદર 2'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. અગાઉ કહેવામાં આવી રહ્યુ હતુ કે, સની દેઓલ ધર્મેન્દ્રને સારવાર માટે અમેરિકા લઈ ગયા છે. આ દરમિયાન હેમા માલીની અને સની દેઓલે ધર્મેન્દ્રની સારવાર માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા હતા.
ધર્મેન્દ્રનો વીડિયો સામે આવ્યો: હાલમાં ધર્મેન્દ્રએ પણ એક વીડિયો પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે પાલતુ કુતરા સાથે રમી રહ્યા છે. હવે તારીખ 7 સપ્ટેમ્બરે સની દેઓલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ મિત્રો સાથે ઈન્જોય કરી રહ્યા છે. સની દેઓલે એક તસવીર શેર કરીને લખ્યું છે કે, ''પિઝા પાર્ટી. મજા કરો.'' આ દરમિયાન સની દેઓલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
હેમા માલીનીએ ધરમજીની તબિયતના એહેવાલને ફગાવી દીધા હતા: અગાઉ હેમા માલિનીએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને જણાવ્યું હતું કે, ''ધરમજીની તબિયત ખૂબ જ સારી છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ સામાન્ય તપાસ માટે અમિરકા ગયા છે. ચિંતા કરવા કંઈ નથી.'' અગાઉ, સની દેઓલે કેલિફર્નિયામાં એક સંબંધીના જન્મદિવસની મજા માણતી તસવીર શેર કરી હતી. વીડિયોમાં સની દેઓલે માથે ટોપી પહેરી રાખી છે અને તેઓ ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે.
- Hu Ane Tu Release Date: કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે
- Jawan Box Office Collection: શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ની કમાણીમાં 7માં દિવસે 20 ટકા ઘટાડો થવાની શક્યતા
- Birthday Celebration: અજય દેવગણે પુત્ર યુગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર