ETV Bharat / entertainment

વિક્કી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરની રિલીઝ ડેટ જાહેર - વિક્કી કૌશલ સૈમ બહાદુર રિલીઝ ડેટ

વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ (vicky kaushal movie) સૈમ બહાદુરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી (Sam Bahadur release date) છે. જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે.

Etv Bharatવિકી કૌશલની ફિલ્મ સામ બહાદુરની રિલીઝ ડેટ જાહેર, જાણો રિલીઝ ડેટ

author img

By

Published : Dec 1, 2022, 1:06 PM IST

હૈદરાબાદ: 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને 'સરદાર ઉધમ' જેવી મજબૂત દેશભક્તિની ફિલ્મ કરનાર અભિનેતા વિક્કી કૌશલની આગામી ફિલ્મ (vicky kaushal movie) 'સૈમ બહાદુર'ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ખરેખર ફિલ્મ 'સૈમ બહાદુર' જોવાની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર એ છે કે, ફિલ્મની રિલીઝ ડેટ (Sam Bahadur release date) તારીખ 1 ડિસેમ્બર (ગુરુવાર) જાહેર કરવામાં આવી છે.

વીડિયો શેર: આ ફિલ્મ જોવા માટે દર્શકોએ લાંબી રાહ જોવી પડશે. કારણ કે, આ ફિલ્મ આવતા વર્ષના અંતમાં રિલીઝ થશે. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. આ ફિલ્મ આખા વર્ષ પછી રિલીઝ થવા જઈ રહી છે.

'સામ બહાદુર' ફિલ્મ રિલીઝ: વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પોસ્ટમાં ફિલ્મ 'સામ બહાદુર'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. વિકીએ લખ્યું છે કે, '365 દિવસ પછી એટલે કે, તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ ફિલ્મ સૈમ બહાદુર તમારી નજીકના સિનેમાઘરોમાં આવશે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સામ બહાદુર'માં વિક્કી કૌશલ ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની ભૂમિકા ભજવતો જોવા મળશે.

જાણો સામ બહાદુર વિશે: ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા અને અહીંથી તેમને ફિલ્ડ માર્શલના પદ પર પ્રમોટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રથમ ભારતીય સેના બન્યા હતા. સેમ માણેકશા સેનામાં સામ બહાદુર તરીકે પ્રખ્યાત હતા. આ ઉપરાંત તારીખ 3 એપ્રિલ 1917ના રોજ જન્મેલા સેમનું તારીખ 27 જૂન 2008ના રોજ વેલિંગ્ટન, તમિલનાડુમાં અવસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.