ETV Bharat / entertainment

Dev Kohli Passes Away: ગીતકાર દેવ કોહલીનું નિધન, 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું - ગીતકાર દેવ કોહલીનું નિધન

ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ગીતકાર દેવ કોહલીનું નિધ થયું છે. તેમણે આશરે 100 થી પણ વધુ ગીતો લખ્યા છે. તેમણે સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં 'કબૂતર જા જા' અને 'આજા સામ હોને આઈ' ગીતોની રચના કરી છે. આ ઉપરાંત 'જુડવા 2'માં 'ઉંચી હૈ બિલ્ડીંગ' અને 'ચલતી હૈ ક્યા 9 સે બારા જેવા હિટ ગોતો લખ્યાં છે.

ગીતકાર દેવ કોહલીનું નિધન, 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 11:16 AM IST

હૈદરાબાદ: પીઢ ગીતકાર દેવ કોહલીનું નિધન થયું છે. આ અંગેની જાણકારી તેમના નજીકના સંબંધીઓએ આપી હતી. દેવ ઉપનગરીય અંધેરીની કોલીબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દેવ કોહલી એક પ્રખ્યાત ગીતકાર હતા. દેવ કોહલીએ બોલિવુડમાં 'બાજીગર', 'મૈને પ્યાર કિયા', 'ઈશ્ક' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં ગીતો આપ્યા છે, જેમાં 'યે કાલી કાલી આંખે', 'ગીત ગાતા હૂં', 'ઓ સાકી સાકી' હિટ સામેલ છે.

ગીતકાર તરીકે દેવ કોહલીની સફર: દેવ કોલહીનો જન્મ તારીખ 2 નવેમ્બર 1942માં રાવલપિંડી(બ્રિટિશ ઈન્ડિયા)માં થયો હતો, હાલમાં આ ક્ષેત્ર પાકિસ્તાનમાં છે. ભારત અન પાકિસ્તાનના વિભાજન બાદ દેવ કોહલીનો પરિવારે દેહરાદૂનમાં સ્થળાતર કર્યું હતું. કોહલી વર્ષ 1964માં મુંબઈમાં કામની શોધમાં આવ્યા હતા. તેમણે વર્ષ 1969માં 'ગુંડા' ફિલ્મથી કારકિર્દીની શરુઆત કરી હતી. વર્ષ 1971માં લાલ પથ્થરમાં 'ગીત ગાતા હું મેં' ગાયું હતું, જેનાથી તેમને ખુબ જ પ્રતિષ્ઠા મળી હતી. આ ગીત દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. દેવે વર્ષ 1970 અને 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યાં છે.

દેવના સુપરહિટ ગીતો: વર્ષ 1989માં 'મૈને પ્યાર કિયા' ફિલ્મમાં ગીત ગાયને ચાહકોના દિલમાં આગ લગાવી દીધી હતી. આ ફિલ્મમાં તેમણે 'હંસ્તે ગાતે', 'કબૂતર જા જા જા', 'આજા શામ હોને આયી', 'મૈને પ્યાર કિયા' ગીતોની રચના કરીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દેવ કોહલીએ અનુ મલિક સાથે પણ કામ કર્યું હતું. દેવ કોહલીએ 'બાજીગર' ફિલ્મમાં 'યે કાલી કાલી' આંખે અને વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઈશ્ક'માં 'દેખો દેખો જાનમ હમ' ગીતની રચના કીર છે. આ ઉપરાંત તેમણે 'સાકી સાકી', ચ'લતી હૈ ક્યા નૌ સે બારા' જેવા ગીતો સામેલ છે. દેવ કોહલીને 3 ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે. 1 આઈફા એવોર્ડ મળ્યો છે અને 1 ઝી સિને એવોર્ડ્સ પ્રાપ્ત થયો છે.

  1. 3 Ekka Release: ગુજરાતી ફિલ્મ '3 એક્કા' થિયેટરોમાં રિલીઝ, એશા કંસારાએ પોસ્ટ કરી શેર
  2. Best Child Artist Award: 69 નેશનલ એવોર્ડમાં જામનગરના ભાવિન રબારીએ વગાડ્યો ડંકો, છેલ્લો શો મૂવીનો છે હીરો
  3. 69th National Film Awards: અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રથમ એક્ટર બની ગયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.