હૈદરાબાદ : એક્ટર વરુણ ધવન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ભેડિયા'ને (Film Bhedia) લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ડરામણું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ભેડિયા ફિલ્મના ટીટરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હવે વરુણ ધવન તેની OTT ડેબ્યુ કરવા (Varun will make his OTT debut) જઈ રહ્યો છે અને તે પણ સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે. હા, વરુણ અને સામંથાની જોડી દર્શકોને બહુ જલ્દી જોવા મળશે.
સિટાડેલની ગ્લોબલ સિરીઝમાં છે પ્રિયંકા ચોપરા : વાસ્તવમાં વરુણ-સમંથા ટૂંક સમયમાં 'સિટાડેલ' સિરીઝના (Citadel Series) ભારતીય સંસ્કરણનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરા સિટાડેલની ગ્લોબલ સિરીઝમાં છે. આ શ્રેણીમાં ભારત, મેક્સિકો અને ઇટાલીના દ્રશ્યો પણ સામેલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સમંથાએ આ સિરીઝ માટે કામ શરૂ કરી દીધું છે અને તેણે તેના રોલ માટે તૈયારી શરૂ કરી દીધી છે. સમંથા તેના રોલને સ્ક્રીન પર સારી રીતે નિભાવવા માટે અમેરિકામાં ફિટનેસ ટ્રેનિંગ લઈ રહી છે.
વર્કશોપ ક્યારે શરૂ થશે? : મીડિયા અનુસાર વરુણ ધવન અને સામંથા આવતા મહિનાથી આ સિરીઝ માટે વર્કશોપ શરૂ કરવા જઈ રહ્યા છે. આ એક સ્પાય થ્રિલર સિરીઝ છે. ભારતીય વર્ઝનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. સામંથા અમેરિકામાં કડક આહારની સાથે આ શ્રેણી માટે રૂટિન પણ ફોલો કરી રહી છે. સાથે જ આ માટેની વર્કશોપ પણ આવતા મહિનાથી શરૂ થવા જઈ રહી છે.
શું હશે કહાણી : આ શ્રેણીની કહાણી ભારતીય સંસ્કરણમાં 90 ના દાયકાની વાર્તાને આવરી લેશે. આ માટે વરુણ અને સામંથાના લુક પર પણ કામ ચાલી રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.