ETV Bharat / entertainment

Satyaprem Ki Katha Teaser: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટિઝર રિલીઝ - સત્યપ્રેમ કી કથાનું ટિઝર

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા કાર્તિક અને કિયારાની હિટ જોડી 'ભૂલ ભુલૈયા 2' પછી ફરી સાથે જોવા મળશે. સિલ્વર સ્ક્રીન પર તેમની કેમિસ્ટ્રી હંમેશા હિટ રહી છે. બંનેને સ્ક્રીન પર એકસાથે જોવું એ ચાહકો માટે ખુશીની વાત.

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટિઝર રિલીઝ

author img

By

Published : May 18, 2023, 2:02 PM IST

હૈદરાબાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની શાનદાર ઝલક જોવા મળે છે. કિયારા અડવાણઈના લગ્ન સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે થયા પછી આ ફિલ્મ મારફત કમબેક કરી રહી છે. કાર્તિક અને કિયારા બન્ને 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળ્યા બાદ આ બીજી વખત સાથે જોવા મળશે.

ફિલ્મનું ટિઝર રીલીઝ: નિર્દેશક સમીર વિદ્વાંસની રોમેન્ટિક લવ સ્ટોરી સત્ય પ્રેમ કી કથાનું ટીઝર બહાર આવ્યું છે. જ્યારે ટીઝર શરૂ થાય છે, ત્યારે આકર્ષક દ્રશ્યો, પ્રકૃતિની અલૌકિક સુંદરતા અને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો ઓન-સ્ક્રીન રોમાંસ સ્ક્રીન પર જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં એક સુમધુર અને મધુર કવિતા સંભળાતી રહે છે.

આ પણ વાંચો:

  1. Web Series Inspector Avinash: ઉર્વશી રૌતેલા 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં સુપર વાઇફ બનશે, વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર
  2. Cannes 2023: રેડ કાર્પેટ પર જોવા મળ્યા ઓસ્કાર વિનર ગુનીત મોંગા, મિનિસ્ટર મુરુગન સાથે આવી તસવીર
  3. Bulgari High Jewellery Event: બુલ્ગારી ઈવેન્ટમાં 'દેસી ગર્લ'એ શોમાં તુફાન મચાવ્યું, શાનદાર ડ્રેસમાં એક્ટ્રેસનનો જાદ

ફિલ્મ રિલીઝ ડેટ: સત્ય પ્રેમકી કથાનું ટિઝર કિયાર અને કાર્તિક બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફિલ્મના નિર્દેશક સમીર વિદવાન્સ છે. ફિલ્મ સ્ટોરી કરણ શ્રીકાંત શર્મા દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ નડિયાડવાલા ગ્રેન્ડસન એન્ટરટેઈન્મેન્ટ દ્વાર કરવામાં આવી રહ્યું છે. 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મ તારીખ 29 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મના સ્ટારકાસ્ટ: 'સત્યપ્રેમ કી કથા' મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન, કિયારા અડવાણી, ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક સામેલ છે. પહેલા આ ફિલ્મનું નામ 'સત્યનારાયણ કી કથા' રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિવાદના કારણે પછીથી તેનું નામ બદલીને 'સત્યપ્રેમ કી કથા' રાખવવામાં આવ્યું છે. તારીક 23 જૂન 2021ના રોજ આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.