મુંબઈઃ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના ક્રૂ મેમ્બરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના દિગ્દર્શક સુદીપ્તો સેને પોલીસને જાણ કરી હતી કે, ક્રૂ મેમ્બરમાંથી એકને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા સંબંધિત ક્રૂ મેમ્બરને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
-
'The Kerala Story' crew member receives threat, Mumbai Police provides security
— ANI Digital (@ani_digital) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/WuzYXtyC5I#TheKeralaStory #MumbaiPolice pic.twitter.com/FpuJYo63Ke
">'The Kerala Story' crew member receives threat, Mumbai Police provides security
— ANI Digital (@ani_digital) May 9, 2023
Read @ANI Story | https://t.co/WuzYXtyC5I#TheKeralaStory #MumbaiPolice pic.twitter.com/FpuJYo63Ke'The Kerala Story' crew member receives threat, Mumbai Police provides security
— ANI Digital (@ani_digital) May 9, 2023
Read @ANI Story | https://t.co/WuzYXtyC5I#TheKeralaStory #MumbaiPolice pic.twitter.com/FpuJYo63Ke
ધ કેરલા સ્ટોરીના ક્રૂ મેમ્બરને ધમકી: દિગ્દર્શક સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે 'ધ કેરલા સ્ટોરી' સાથે સંકળાયેલા ક્રૂ મેમ્બરને ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. જેમાં તેમને એકલા ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમણે સ્ટોરી બતાવીને સારું કામ કર્યું નથી. 'ધ કેરલા સ્ટોરી' ત્રણ મહિલાઓની સ્ટોરી કહે છે. જેઓ લગ્ન દ્વારા ઇસ્લામ ધર્મ અપનાવ્યા પછી ISIS કેમ્પમાં તસ્કરી કરે છે. આ સાથે 'પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે 'શાંતિ જાળવવા' અને રાજ્યમાં 'નફરત અને હિંસા'ની ઘટનાઓને ટાળવા માટે તારીખ 8 મેના રોજ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ બંગાળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
- Bandaa trailer: રેપ પીડિતા માટે કોર્ટમાં લડતા મનોજ બાજપેયી, અહિં જુઓ ફિલ્મનું રસપ્રદ ટ્રેલર
- બિપાશા-કરણે શેર કર્યો નાની રાજકુમારીનો ક્યૂટ વીડિયો, ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે
- The Kerala Story: બંગાળમાં 'ધ કેરલા સ્ટોરી' જોઈ શકશે નહીં, ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય
ફિલ્મ નિર્માતાનું નિવેદન: ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, 'આ નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે છે. 'મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને તે તમામ થિયેટરમાંથી જ્યાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે, ત્યાંથી હટાવવાની સૂચના આપી હતી.' પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે, તેઓ આ નિર્ણય સામે કાનૂની વિકલ્પ અપનાવશે. 'ધ કેરાલા સ્ટોરી'માં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે.