ETV Bharat / entertainment

Bombay High Court: મારપીટ અંગેની ફરિયાદમાં સલમાન ખાનને રાહત, પત્રકારે કર્યો હતો કેસ - બોમ્બે હાઈકોર્ટે ફરિયાદ રદ કરી

સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ઉપર એક પત્રકાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2019માં પત્રકારે સલમાનની સામે મારપીટ અંગેની FIR નોંધાવી હતી. આ કેસમાં મુંબઈ હાઈકોર્ટે સલમાને મોટી રાહત આપી છે. ચાલો અહિં જાણિએ સમગ્ર ઘટના શું છે.

Salman Khan: મુંબઈ હાઈકોર્ટે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને આપી મોટી રાહત, કેસ રદ્દ કરાયો

author img

By

Published : Mar 30, 2023, 4:15 PM IST

Updated : Mar 30, 2023, 4:34 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સતત ચર્ચામાં રહે છે. સલમાને ખાનને મારી નાંખવાની ધમકી મળતા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પરંતુ હવે હેડલાઈન્સમાં આવવાનું કારણ જાણશો આશ્ચર્યચકિત થઈ જશો. એક પત્રકારે પોલીસ સ્ટેશનમાં અભિનેતા સલમાન ખાનની સામે મારપીટ અંગેની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના જાણવા માટે વાંચો અહિં સંપુર્ણ સમાચાર.

આ પણ વાંચો: Ponniyin Selvan 2 trailer: 'પોનીયિન સેલવન 2'નું ટ્રેલર રિલીઝ, ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે

કેસમાં મોટી રાહત: હકીકતમાં વર્ષ 2019માં પત્રકાર અશોક પાંડેએ સલમાન ખાન પર મારપીટનો આરોપ લગાવતા FIR દાખલ કરી હતી. ત્યાર બાદ અભિનેતા સલમાનને અંધેરી કોર્ટના આદેશ અનુસાર ત્યાં ઉપસ્થિત થવા માટે જવું પડતું હતું. પરંતુ હવે હાઈકોર્ટના આદેશ અનુંસાર તેમને ઉપસ્થિત રહેવું પડશે નહિં.

  • Bombay High Court ordered to quash the FIR registered against actor Salman Khan, in the case of assault and misbehaviour with a journalist in 2019. Salman Khan will not have to appear in Andheri court.

    (File pic) pic.twitter.com/0yWKpVuYS3

    — ANI (@ANI) March 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હાઈકોર્ટનો આદેશ: બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર અંધેરી કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સલમાન વિરુદ્ધ નોંધાયેલી FIR પણ ફગાવી દેવામાં આવે. અભિનેતા સલમાન ખાન પર મુંબઈની સડકો પર બોડીગાર્ડ સાથે સાઈકલ ચલાવતી વખતે પત્રકારનો મોબાઈલ ફોન ચોરવાનો આરોપ છે. આ ઘટના ત્યારે બની જ્યારે મીડિયાએ તેમની તસવીરો લેવાનું શરૂ કર્યું હતું. અભિનેતાએ કથિત રીતે પત્રકાર સાથે દલીલ કરી હતી અને તેને ધમકી આપી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં પત્રકારનું નિવેદન બદલવા પર પણ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: Maidaan Film Teaser: ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જુઓ મેદાનની પ્રથમ ઝલક

સલમાન ખાનનો વર્ક ફ્રન્ટ: સલમાન ખાન જલ્દી જ ફિલ્મ 'કિસ કા ભાઈ કિસ કી જાન'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી પુજા હેગડે, ભૂમિકા ચાલવા અને શેહનાઝ ગિલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ પછી સલમાન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર 3'ની સિક્વલમાં કેટરિના કૈફ સાથે જોવા મળશે. 'પઠાણ' ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતા જોવા મળ્યા હતા. હવે આ ફિલમમાં શાહરુખ ખાનનો કેમિયો સામેલ છે.

Last Updated : Mar 30, 2023, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.