ETV Bharat / entertainment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટરનું થયું અવસાન - સુનીલ હોલકરનું નિધન

ફેમસ TV શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું (Sunil Holkar died) છે. લીવર સિરોસિસથી પીડિત અભિનેતાએ 40 વર્ષની વયે દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. સુનીલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોને હસાવતો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુનીલ હોલકરનું થયું અવસાન

author img

By

Published : Jan 14, 2023, 5:18 PM IST

મુંબઈઃ કોઈએ સાચું જ કહ્યું છે કે, આ દુનિયામાં જીવનથી મોટો કોઈ ચીટર નથી. આની સામે ઉંમર પણ પરાજિત થાય છે. આવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ લોકપ્રિય TV શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેમ એક્ટર સુનીલ હોલકરનું નિધન થઈ ગયું છે. અભિનેતા માત્ર 40 વર્ષના હતા. મળતી માહિતી મુજબ તેઓ લિવર સિરોસિસથી પીડિત હતા.

આ પણ વાંચો: ગોરખપુર મહોત્સવ 2023માં ગાયક સોનુ નિગમનો લાઈવ કોન્સર્ટ

સુનીલ હોલકરનું નિધન: સુનીલ હોલકર એક કુશળ અભિનેતા હતા અને તેમણે હિન્દીની સાથે સાથે ઘણી મરાઠી ફિલ્મો અને TV શોમાં પણ પોતાનો જાદુ ચલાવ્યો છે. સુનીલ હોલકરના પરિવારમાં માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. જ્યાં તેમના મૃત્યુના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ત્યાં પરિવાર આક્રંદ કરીને ખૂબ જ ખરાબ હાલતમાં છે. મળતી માહિતી મુજબ સુનીલ હોલકર લીવર સોરાયસીસથી પીડિત હતા.

આ પણ વાંચો: પઠાણ ફિલ્મને લઈને નિર્દેશક સિદ્ધાર્થ આનંદે રહસ્યો કર્યા જાહેર

વર્કફ્રન્ટ: સુનીલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોને હસાવતા હતા. આટલું જ નહીં, તેમણે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ગોશ્ત એક પૈઠાનીમાં પણ પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે. સુનીલ હોલકરે અભિનેતા અશોક હાંડેના ચૌરાંગ નાટ્ય સંસ્થાનમાં પણ કામ કર્યું છે. અભિનેતા અને વાર્તાકાર તરીકે લોકપ્રિય સુનીલે 12 વર્ષથી વધુ સમયથી થિયેટરમાં પણ કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.