ETV Bharat / entertainment

The Archies: 'ધ આર્ચીઝ' માટે સુહાના ખાન બ્રાઝિલ જવા રવાના, આલિયા ભટ્ટ આપશે સરપ્રાઈઝ - સુહાના ખાન ધ આર્ચીઝ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ડેબ્યૂ 'ધ આર્ચીઝ'થી પોતાની ફિલ્મી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહી છે. આ પહેલા સુહાના ખાન આ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સાથે બ્રાઝિલ રવાના થઈ ગઈ છે, જાણો કેમ ? સાથે જ આલિયા ભટ્ટ પણ ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપશે.

'ધ આર્ચીઝ' માટે સુહાના ખાન બ્રાઝિલ જવા રવાના, આલિયા ભટ્ટ આપશે સરપ્રાઈઝ

author img

By

Published : Jun 13, 2023, 4:09 PM IST

મુંબઈઃ બોલિવૂડની 'પઠાણ' શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન બહુ જલ્દી સ્ક્રીન પર જોવા મળવાની છે. સુહાના ખાન ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર અને રીમા કાગતીની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ પોતાની બોલિવૂડ કરિયર શરૂ કરવા જઈ રહ્યા છે. આગલા દિવસે ફિલ્મના નવા પોસ્ટર સાથે જાહેરાત કરવામાં આવી હતી કે, 'ધ આર્ચીઝ' થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે.

બ્રાઝિલમાં TUDUM ઈવેન્ટ: આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જણાવવામાં આવ્યું નથી. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા બ્રાઝિલમાં TUDUM ઈવેન્ટ થવા જઈ રહી છે, જેમાં આ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ જોવા મળશે. તારીખ 13 જૂનની સવારે સુહાના ખાન ફિલ્મ 'ધ આર્ચીઝ'ની આખી ટીમ સાથે બ્લેક ટ્યુનિંગમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આમાં સુહાના ખાન સાથે ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા, યુવરાજ મેંડા, મિહિર આહુજા અને વેદાંગ રૈના જોવા મળે છે.

ઈવેન્ટમાં આલિયા ભટ્ટ: આર્ચીઝ ટીમ TUDUM ઈવેન્ટ માટે બ્રાઝિલ જવા રવાના થઈ ગઈ છે. આ સાથે આલિયા ભટ્ટ પણ આ ઈવેન્ટમાં હાજર રહીને તેના ફેન્સને ચોંકાવી દેશે. આલિયા અહીં તેની પહેલી હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું પ્રમોશન કરશે. આલિયા સાથે ગેલ ગેડોટ અને ક્રિસ હેમ્સવર્થ પણ અહીં હશે. ક્રિસ તેની ફિલ્મ 'એક્સટ્રેક્શન-'નું પ્રમોશન કરશે.

ફિલ્મ ધ આર્ચિઝ: TUDUM એ એક ઈવેન્ટ છે, જેનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અહીં ભારત અને વિદેશના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોનું લોન્ચિંગ કરે છે અને તેની જાહેરાત કરીને પ્રમોટ કરે છે. 'ધ આર્ચિઝ' ફિલ્મ ઝોયા અખ્તર અને રીમા કાગતીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ મ્યુઝિકલ થીમ પર આધારિત છે, જે વર્ષ 1960ના દાયકાની તર્જ પર છે અને હિ રિવરડેલના યુવાનો પર પણ આધારિત છે.

  1. Box Office Collection Day 11: 'જરા હટકે ઝરા બચકે' બોક્સ ઓફિસ કલેક્શન, લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ 60 કરોડની નજીક
  2. Disha Patani Ex Bf: દિશા પટનીનો જન્મદિવસ, ટાઈગર શ્રોફ એલેક્ઝાન્ડરે અભિનેત્રી પર પ્રેમ વરસાવ્યો
  3. Tamannaah Bhatia: તમન્ના ભાટિયા અને વિજય વર્મા ડેટિંગ, અભિનેત્રીએ મૌન તોડ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.