ETV Bharat / entertainment

Amala Paul Temple: સાઉથની આ એક્ટ્રેસને મંદિરમાં નથી મળી એન્ટ્રી, જાણો કેમ

author img

By

Published : Jan 18, 2023, 12:20 PM IST

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ અમલા પોલ (South Actress amala paul)ને કેરળના એક હિંદુ મંદિરમાં એન્ટ્રી ન (kerala temple no entry actress) મળી. જેના કારણે તેમણે મંદિરની સામેના રસ્તા પરથી ભગવાનના દર્શન કરવા પડ્યા હતા. આ ઘટના બાદ ઘણા લોકોએ મંદિર પ્રશાસનની ટીકા કરી છે.

સાઉથ એક્ટ્રેસઃ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી સાઉથની આ એક્ટ્રેસને મંદિરમાં નથી મળી એન્ટ્રી, જાણો કેમ

એર્નાકુલમઃ દક્ષિણ ફિલ્મ અભિનેત્રી અમલા પૉલને એર્નાકુલમ (કેરળ)ના તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. તિરુવૈરાનીકુલમ મંદિર મેનેજમેન્ટે કહ્યું કે, ''મંદિરમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. અમલા પોલ ખ્રિસ્તી હોવાથી તેમને મંદિરની અંદર જવાની પરવાનગી આપી શકાતી નથી.'' અમલા પોલનો જન્મ એક ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મંદિરમાં એક તહેવારના અવસર પર અભિનેત્રી ભગવાનના દર્શન કરવા પહોંચી હતી. એન્ટ્રી ન મળવા પર અભિનેત્રીએ મંદિરની સામેના રસ્તા પરથી ભગવાનના દર્શન કર્યા અને મંદિરમાંથી પ્રસાદ લઈને પરત ફર્યા હતાં. ઘણા લોકોએ આ ઘટનાને લઈને મંદિર મેનેજમેન્ટની કાર્યવાહીની ટીકા કરી હતી.

આ પણ વાંચો: Adipurush New Release Date: ફિલ્મ 'આદિપુરુષ' Imax 3 Dમાં થશે રિલીઝ

અભિનેત્રીને હિંદુ નેતાનું સમર્થન મળ્યું હતું: હિન્દુ નેતા આર.વી. બાબુએ સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રીને સમર્થન આપ્યું છે. પોતાના ફેસબુક પર પોસ્ટ શેર કરતા હિંદુ નેતાએ લખ્યું કે, ''અવિશ્વાસુ હિંદુને મંદિર પ્રશાસક બનવાની મંજૂરી આપવા અને બિન હિંદુ આસ્તિકને મંદિરમાં પ્રવેશતા રોકવાના તર્ક પર સવાલો ઉઠાવી શકાય છે.'' તેમણે કહ્યું કે, ''મંદિર મેનેજમેન્ટે તિરુપતિ જેવા મંદિરમાં અનુસરવામાં આવતા રિવાજોને ધ્યાનમાં લેવો જોઈએ, જ્યાં બિન હિંદુને દર્શનની મંજૂરી આપતા પહેલા દેવતામાં તેની શ્રદ્ધાની ખાતરી આપવા માટે કહેવામાં આવે છે.'' આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, ''મંદિર મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી કે તેઓએ મંદિરમાં પ્રવર્તમાન પ્રથાનું પાલન કર્યું છે.''

આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવના હાર્ટ એટેક અંગે દીકરી અંતરાએ કહી આ મોટી વાત

અમલા પોલનું બોલિવૂડ ડેબ્યૂ: અમલા પોલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે રામ ચરણ અને અલ્લુ અર્જુન જેવા સાઉથના સુપરસ્ટાર સાથે ફિલ્મ કરી છે. હવે અમલા બોલીવુડ તરફ આગળ વધી રહી છે. અમલા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અને બોલિવૂડ સ્ટાર અજય દેવગનની આગામી ફિલ્મ 'ભોલા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અજય દેવગન અને તબ્બુ સ્ટારર ફિલ્મ ભોલા આ વર્ષે તારીખ 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ 'ભોલા' સાઉથ સ્ટાર કાર્તિ સ્ટારર સુપરહિટ તમિલ ફિલ્મ 'કૈદી' (વર્ષ 2019)ની ઑફિશિયલ હિન્દી રિમેક છે, જે કમલ હાસન સ્ટારર 'વિક્રમ' અને થાલાપતિ વિજયની 'માસ્ટર'ના યુવા ડિરેક્ટર લોકેશ કનકરાજ દ્વારા બનાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.