ETV Bharat / entertainment

સોના મહાપાત્રાએ ગાયક KKની જેમ મરવાની ઈચ્છા કરી વ્યક્ત - Live concert

પ્રખ્યાત ગાયક KKના અવસાનથી દુ:ખી ગાયિકા સોના મહાપાત્રા (Sona mohapatra) એ કહ્યું કે, જો તેને પણ KK જેવું મૃત્યુ મળે તો તે ભાગ્યશાળી હશે.

સોના મહાપાત્રાએ ગાયક KKની જેમ મરવાની ઈચ્છા કરી વ્યક્ત

author img

By

Published : Jun 2, 2022, 12:31 PM IST

હૈદરાબાદઃ પ્રખ્યાત ગાયક KKના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકો સ્તબ્ઘ થઈ ગયા છે અને સેલેબ્સ ગાયકની તસવીરો શેર કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. કોલકાતામાં એક કોન્સર્ટમાં બીમાર પડતાં સિંગર KKનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. સિંગર સોના મહાપાત્રાએ સિંગર પ્રત્યે ચાહકોનો લગાવ જોઈને ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: ગરમીના કારણે કોન્સર્ટમાં KKની હાલત ખરાબ, સ્ટાફને કહ્યું એસી છે, જુઓ વીડિયો

સોના મહાપાત્રા છે આઘાતમાં: 'અંબર સરિયા' ફેમ સિંગર સોના મહાપાત્રાએ (Sona mohapatra) એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, તે પણ સિંગર KKની જેમ મોત ઈચ્છે (Sona mohapatra Wants to die like KK) છે. સોના અને KKએ ફિલ્મ 'પુરાની જીન્સ' અને 'દિલ આજ કલ' માટે સાથે ગીતો ગાયા છે. સોનાએ કહ્યું છે કે, તે વિશ્વાસ નથી કરી શકતી કે તેનો મિત્ર KK હવે આ દુનિયામાં નથી. એક ઈન્ટરવ્યુમાં સોનાએ કહ્યું કે, જ્યારથી તેણે KKના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારથી તે આઘાતમાં છે. તેણીએ કહ્યું, 'હું આ દુઃખદ સમાચારથી 30 સેકન્ડમાં કંઈપણ વિચારી અને જોઈ શકી નહીં, હું પણ જીવનમાં આવા લાઇવ કોન્સર્ટમાં (Live Concert) મૃત્યુને ગળે લગાવવા માંગુ છું, હું મારા જીવનનો અંત સંગીતમય શૈલીમાં કરવા માંગુ છું'.

આ પણ વાંચો: કોન્સર્ટ પછી સિંગર કેકે સાથે શું થયું, હોસ્પિટલ પહોંચતા પહેલા જ છોડ્યા પ્રાણ જાણો સમગ્ર ઘટના

KK એક ફેમિલી મેન હતો: KK સાથેનો પોતાનો અનુભવ શેર કરતાં સોનાએ કહ્યું કે, KK એક અલગ રીતે સ્ટેજ પર આવતો હતો, કોઈની સાથે કોઈ વિવાદ અને ઝઘડાનો સવાલ જ નહોતો આવતો, તે જે કહતો તેનાથી તે ક્યારેય પીછેહઠ કરતો નહોતો કે ન કોઈની સાથે સ્પર્ધા કરવાનું વિચારતો. ક્યારેય પાર્ટીમાં જતો ન હતો કે કોઈ ગ્રુપનો ભાગ બન્યો ન હતો, તે એક ફેમિલી મેન હતો, હું તેને મોટાભાગે એરપોર્ટ પર જ મળી છું, તે દરમિયાન તે પણ તેના બેન્ડ સાથે શોમાં જતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.