મુંબઈઃ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ 'KGF ચેપ્ટર 2' (KGF Chapter 2) ના આગામી ભાગમાં બોલિવૂડનો એક્શન 'ક્રિશ' હીરો એન્ટ્રી (Hrithik Roshan entry in 'KGF Chapter 3') કરવા જઈ રહ્યો છે. સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 દેશભરના લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આટલું જ નહીં, ફિલ્મના બંને ભાગોએ સફળતાનું એક અલગ સ્તર ઉભુ કર્યું છે.
આ પણ વાંચો: કરણ જોહરની પાર્ટીમાં ઋતિક રોશન-સબા આઝાદ હાથમાં હાથ નાખી પહોંચ્યા , વીડિયો થયો વાયરલ
ખાસ વાત એ છે કે બોલીવુડના સંજય દત્ત અને રવિના ટંડન પણ સુપરહિટ ફિલ્મ KGF ચેપ્ટર 2માં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં હવે ચર્ચા છે કે બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન પણ KGF ફિલ્મના ત્રીજા ભાગમાં જોવા મળશે. જો કે આ સમાચારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, એ ઉત્સઉકતાનો વિષય છે કે એસ રાજામૌલીની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' સહિત દક્ષિણની તમામ ફિલ્મોને નકાર્યા પછી, KGF ચેપ્ટર 3 અંગે 'ક્રિશ' સ્ટારનો શું જવાબ છે.
આ પણ વાંચો: Oscars 2022: ઓસ્કાર થપ્પડ કાંડમાં વિલ સ્મિથને સજા, સમારોહમાં 10 વર્ષનો પ્રતિબંધ