બનાસકાંઠા: ગુજરાતના ગાયક કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે અંબાજી માતાના દર્શન માટે બનાસકાંઠા પહોંચ્યા હતાં. કિર્તીદાન ગઢવીએ અંબાજી મંદિર મુલાકાત લીધી હતી. તેમણે પરિવાર સાથે અંબાજી માતાના દર્શન કર્યા હતાં. કિર્તીદાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેઓ અંબાજી માતાના ધામમાં તેઓ પોતાના પરિવાર સાથે જોવા મળે છે. અંબાજી માતાના મંદિરે કિર્તીદાન ગઢવી અને તેમના પરિવાર સાથે ધ્વજા ચડાવી હતી.
અંબાજી ટેમ્પલની મુલાકાત: ગુજરાત રાજયના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદીરની મુલાકાતે કિર્તીદાન ગઢવી ગયા હતા. જ્યાં તેમના પરિવાર સાથે અંબાજી માતાના દર્શન કર્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. કિર્તીદાન ગઢવી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેઓ બ્લુ શર્ટ અને ઓમ્બ્રોઈડરી કરેલ જીન્સ સાથે ચમકદાર ચશ્મા પહેર્યા છે. તેમની સાથે પત્ની સોનલ ગઢવી અને પુત્ર કૃષ્ણ ગઢવી રાગ જોવા મળે છે. વીડિયોમાં 'બોલ મારી અંબે જય જય અંબે' સોન્ગ પણ સાંભળવા મળે છે.
કિર્તીદાન ગઢવીની પોસ્ટ: કિર્તીદાન ગઢવીએ ઈન્સ્ટાગ્રામ પર અંબાજી મંદિરની મુલાકાત દરમિયાનનો વીડિયો અને તસવીર શેર કર્યા છે. સિંગરે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''પરિવાર સાથે જગત જનની અંબાજી માંના દર્શ કરી, ધ્વજા ચડાવી, આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી''. તેમણે પોસ્ટ સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પરિવાર સાથે ધ્વજા હાથમાં લઈને જઈ રહ્યાં છે. આ સાથે 5 તસવીર પણ શેર કરી છે.
કિર્તીદાન ગઢવી વિશે: કિર્તીદાન ગઢવી હાલમાં જ મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી. કિર્તીદાન ગઢવી તેમની તસવીર અને વીડિયો ફેન્સ સાથે શેર કરતા રહે છે. તેઓ ડાયરો માટે જાણીતા છે. તેમના ડાયરોમાં મોટી સંખ્યામાં લોકો તેમના મધુર અવાજને સાંભળવા આવતા હોય છે. કિર્તીદાન ગઢવી માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ દેશના અન્ય ક્ષેત્રોમાં પણ ડાયોરો કરતા જોવા મળે છે.