ETV Bharat / entertainment

Tunisha Sharma suicide case: આરોપી શીજાન ખાનને 69 દિવસ પછી મળી જામીન, પોલીસ તપાસ હજુ પણ ચાલુ - આરોપી શીજાન ખાનને મળી જામીન

TV એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી એક્ટર શીઝાન ખાનને જામીન મળી ગયા છે. અભિનેતા છેલ્લા 69 દિવસથી જેલમાં બંધ હતા. તુનીષા કેસમાં પોલીસ તપાસ હજુ પણ ચાલી રહી છે અને અભિનેત્રીની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 4, 2023, 4:18 PM IST

મુંબઈઃ TV સીરિયલ 'અલીબાબા દાસ્તાન એ કાબુલ ફેમ અભિનેત્રી તુનીષા શર્માના આત્મહત્યા કેસનો આજે તારીખ 4 માર્ચે મોટો ચુકાદો આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી અને સીરિયલના મુખ્ય અભિનેતા શીઝાન ખાનને જામીન મળી ગયા છે. વસઈ કોર્ટે અભિનેતાને એક લાખના બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતા છેલ્લા 69 દિવસથી જેલના સળિયા પાછળ બંધ હતા અને ત્યારથી પોલીસ કેસની તપાસ કરી રહ હતી.

આ પણ વાંચો: Wpl Anthem: Wpl 2023 ઉદઘાટન સમારોહ યોજાશે, કિયારા અને કૃતિ સહિતના આ સ્ટાર્સ કરશે લાઈવ પર્ફોર્મન્સ

શીઝાન ખાનને જામીન: ગયા વર્ષના અંતમાં તુનિષા શર્માએ શૂટિંગ સેટના મેક અપ રૂમમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. ફાંસીની 15 મિનિટ પહેલા તુનીશા અને શીઝાન વચ્ચે વાતચીત થઈ હતી. આ કેસમાં પોલીસે શીઝાનને મુખ્ય આરોપી માનીને તેની અટકાયત કરી હતી. અભિનેતાને શરતી જામીન આપતા કોર્ટે તેનો પાસપોર્ટ કબજે કરવાનો આદેશ આપ્યો છે. અભિનેતાને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી નથી. અભિનેતાનો પરિવાર શરૂઆતથી જ શીઝાન ખાનની જામીન માટે પ્રયાસ કરી રહ્યો હતો. હવે તેમની અરજી મંજૂર કરવામાં આવી છે. અહીં તુનિષાની માતાએ શીઝાન પર પહેલાથી જ ઘણા આરોપો લગાવ્યા છે. જેના બાદ અભિનેતાને જેલમાં જવું પડ્યું હતું.

આ પણ વાંચો: Mahakaleshwar Temple: વિરાટ અને અનુષ્કા બાબા મહાકલના દર્શને પહોંચ્યાં, ભગવાનને આ પ્રાર્થના કરી

પોલીસ તપાસ ચાલુ: શીઝાન અને તુનિષા વચ્ચે અફેરની સ્ટોરી ચાલી રહી હતી. પરંતુ બ્રેકઅપ બાદ તુનિષા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. તુનીષાએ એકવાર તેની માતાને શીઝાન વિશે કહ્યું. ત્યારથી તુનીષાની માતા તેની પુત્રીની સંભાળ રાખવામાં વ્યસ્ત હતી. તુનીષા અને શીઝાનના પરિવારજનોની ખૂબ સારી ઓળખાણ હતી. આ દરમિયાન શીઝાનની બહેન અને તુનીષા પણ મિત્રો હતા. તુનીષા કેસમાં પોલીસ તપાસ હજુ પણ ચાલી રહી છે અને અભિનેત્રીની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.