ETV Bharat / entertainment

Shahrukh Khan dance: વિજય બાદ શાહરૂખ ખાને વિરાટ પર પ્રેમ વરસાવ્યો, ઝુમ્મે જો પઠાણ પર કર્યો ડાન્સ - Shahrukh Khan dance

IPL 2023ની 9મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. 'પઠાણ' અભિનેતા શાહરૂખ ખાનની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરમાં કિંગ ખાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત શાહરુખ ખાન 'ઝુમ્મે જો પઠાણ' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Shahrukh Khan dance: વિજય બાદ શાહરૂખ ખાને વિરાટ પર પ્રેમ વરસાવ્યો, ઝુમ્મે જો પઠાણ પર કર્યો ડાન્સ

author img

By

Published : Apr 7, 2023, 10:48 AM IST

મુંબઈઃ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બાદ શાહરૂખ ખાન સોશિયલ મીડિયામાં હેડલાઈન્સમાં છે. તેના વાયરલ વીડિયો અને ફોટો એક પછી એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં કિંગ ખાનના મેદાનમાં RCB ક્રિકેટર વિરાટ કોહલી પ્રત્યે પ્રેમ દર્શાવતી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ તસવીરમાં બતાવવામાં આવ્યું છે કે, શાહરૂખ વિરાટ કોહલીના ગાલ પર હાથ મૂકીને પ્રેમ વરસાવી રહ્યો છે. આ દરમિયાન બંને મેદાન પર હસતા પણ જોવા મળ્યા હતા. આ સાથે 'ઝુમ્મે જો પઠાણ' ગીત પરા ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો: Satya Prem Ki Katha Shooting: કાશ્મિરમાં 'સત્ય પ્રેમ કી કથા'નું શૂટિંગ, જુઓ કાર્તિક-કિયારાની સુંદર તસવીર

શાહરુખે દિલ જીતી લીધું: વિરાટ અને શાહરુખની પોસ્ટ જોઈ ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે. એક ફેનપેજ તેને 'પિક ઓફ ધ ડે' કહે છે. સાથે જ એક ચાહકે આ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, 'KKR મેચ જીતી કે શાહરુખે દિલ જીતી લીધું.' ઘણા ચાહકોએ એમ પણ લખ્યું કે, 'કિંગ્સ ઇન એ ફ્રેમ.' શાહરૂખ KKRની મેચ જોવા કોલકાતાના ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. તેની સાથે પુત્રી સુહાના ખાન અને તેની મિત્ર શનાયા કપૂર પણ હતી. આ દરમિયાન કિંગ ખાન બ્લેક હૂડી, મેચિંગ ડેનિમ અને સનગ્લાસમાં જોવા મળ્યા હતા.

ઝુમ્મે જો પઠાણ પર ડાન્સ: સ્ટેડિયમમાં ચાહકોને હાથ મિલાવતા અને અભિનંદન આપતા શાહરૂખ પણ બાલ્કનીમાં ઝૂમ જો પઠાણની ધૂન પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તે તેની મેનેજર પૂજા દદલાની અને પીઢ ગાયિકા ઉષા ઉથુપ સાથે પોપકોર્ન ખાતો પણ જોવા મળ્યો હતો. આ મેચમાં ભલે કોહલીની ટીમ શાહરૂખ ખાનની ટીમ સામે હારી ગઈ હતી, પરંતુ કિંગ કોહલીએ મેદાનમાં પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા હતા. મેચ પૂરી થયા બાદ શાહરૂખ ખાને કોહલી સાથે તેની હિટ ફિલ્મ ઝૂમે જો પઠાણ પર ડાન્સ કર્યો હતો. હવે રમતના મેદાનનો આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, ચાહકો પણ આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો: Akanksha Dubey Suicide: આકાંક્ષા દુબે કેસમાં આરોપી સમર સિંહની અખિલેશ યાદવ અને શિવપાલ સાથે તસવીર આવી સામે

જુહી ચાવલા ખુશ જોવા મળી: મેચ દરમિયાન KKRની કો-ઓનર જુહી ચાવલા પણ હાજર હતી. ટીમની જીત બાદ ANI સાથે વાત કરતાં તેણે કહ્યું, 'હું મારી ટીમના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે અમારી બધી મેચ આ રીતે સમાપ્ત થાય. ટીમને તમારી શુભેચ્છાઓ આપો, ચાલો આ વર્ષે ફાઇનલમાં જઈએ, ચેમ્પિયન બનીએ.''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.