મુંબઈઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન 'પઠાણ'ની સફળતાથી ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રીય થઈ ગયો છે. શાહરૂખની ફિલ્મ 4 વર્ષ પછી આવી છે, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. વર્ષ 2018માં, સુપરફ્લોપ ફિલ્મ 'ઝીરો' સાથે શાહરૂખ ખાનનું કરિયર સમાપ્ત થઈ ગયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ 'કિંગ ખાને' 'પઠાણ'ની સફળતાથી કહ્યું કે, તેનું સ્ટારડમ હજુ પણ જીવંત છે. 'પઠાણ' દુનિયાભરમાં એવું તોફાન લાવ્યું કે તેણે 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો.
'જવાન'નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદઃ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને 'પઠાણ'ની સફળતાની ઉજવણી કરી હતી. હવે આ સફળતા સાથે શાહરૂખ ખાન 57 વર્ષની ઉંમરે ફરી બોલિવૂડમાં સક્રિય થયો છે. હાલમાં જ ફિલ્મ 'જવાન'નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે ફિલ્મ 'ડંકી'ના શૂટિંગમાં વ્યસ્ત બની ગયો છે.
આ પણ વાંચોઃ Girlfriend Gabriella: અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ પ્રેગ્નેન્ટ, સુંદર ડ્રેસમાં જોવા મળ્યો બેબી બમ્પ
એક તસવીર વાયરલઃ ફિલ્મ 'ડંકી'નું શૂટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું છે અને અહીં વારંવાર સેટ પરથી તસવીરો અને ક્યારેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે આ ફિલ્મના સેટ પરથી શાહરૂખ ખાનની વધુ એક તસવીર વાયરલ થઈ છે, વાયરલ તસવીરમાં શાહરૂખ ખાન જાળીની પાછળ બેઠેલો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ બેઠી છે. શાહરૂખની આંખો પર ચશ્મા છે અને તે ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે તેમની પાછળ બે સિક્યોરિટી ગાર્ડ પણ જોવા મળે છે.
ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છેઃ તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ડંન્કી'ને 'મુન્નાભાઈ MBBS' ફેમ ડિરેક્ટર રાજકુમાર હિરાની બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ શાહરૂખ ખાન સાથે જોવા મળશે. હાલમાં જ ડંકીના સેટ પરથી એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શાહરૂખ અભિનેત્રી તાપસીનો હાથ પકડીને લઈ જઈ રહ્યો હતો.આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે. આ પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રીલિઝ થશે, જેનું દિગ્દર્શન દક્ષિણના યુવા દિગ્દર્શક એટલા દ્વારા કરવામાં આવ્યું છે.