હૈદરાબાદ: બોલિવૂડનો 'કિંગ ખાન' એટલે કે શાહરૂખ ખાન માત્ર તેની ફિલ્મમાં જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બાદશાહ છે. કારણ કે, તેમણે વારંવાર આખી દુનિયામાં પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો છે. હવે તેમની આગામી ફિલ્મ 'પઠાણ'ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. વિશ્વવ્યાપી ફેમસ એક્ટર શાહરૂખ ખાન પોપ્યુલર મેગેઝીન એમ્પાયરે (Empire Magazine) દુનિયાભરના 50 કલાકારોની યાદી બહાર પાડી છે. જેમાં માત્ર અને માત્ર ભારતમાંથી બાદશાહ એટલે કે, શાહરૂખનું નામ આ યાદીમાં સામેલ (Shah Rukh khan Empire Magazine) છે. આ ખુશખબર જાણ્યા બાદ શાહરૂખના ચાહકોની ખુશીનો કોઈ ઠેકાણે નથી.
મહાન કલાકારોની સૂચિ: આ લિસ્ટમાં શાહરૂખ ખાન ઉપરાંત હોલિવૂડ એક્ટર ટોમ હેંક્સ, બ્લોકબસ્ટર હોલિવૂડ ફિલ્મ 'ટાઈટેનિક' ફેમ એક્ટ્રેસ કેટ વિન્સલેટ અને મેરિલિન મનરો સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.
ફિલ્મમાં ભજવેલા પાત્રોના નામનો ઉલ્લેખ: શાહરૂખ ખાને સિનેમામાં અકલ્પનીય યોગદાનને કારણે આ સિદ્ધિ મેળવી છે. અહીં શાહરૂખ ખાનની 'કુછ કુછ હોતા હૈ', 'દેવદાસ', 'સ્વદેશ' અને 'માય નેમ ઈઝ ખાન' જેવી શાનદાર ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે આ ફિલ્મમાં ભજવેલા પાત્રોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શાહરુખ ખાનની કારકિર્દી: એમ્પાયર મેગેઝિન અનુસાર, 'મિસ માર્વેલની ઉત્સુક બોલિવૂડ સ્ટારની કારકિર્દી સતત હિટ છે અને તેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે કોઈ કરિશ્માથી ઓછું નથી અને સખત મહેનત કર્યા વિના આવું સ્થાન મેળવવું મુશ્કેલ છે. તે દરેક પ્રકારની ફિલ્મ અને પાત્રમાં જાદુ કરે છે અને એવું કંઈ નથી જે તે ન કરી શકે.
આ નામ યાદીમાં સામેલ: શાહરૂખ ખાન ઉપરાંત એમ્પાયરના 50 ગ્રેટેસ્ટ એક્ટર્સની યાદીમાં હોલીવુડ સ્ટાર્સ ટોમ ક્રૂઝ, રોબર્ટ ડી નીરો, સેમ્યુઅલ જેક્સન, લિયોનાર્ડો ડી કેપ્રિયો, નિકોલસ કેજ, મેરિલ સ્ટ્રીપ, ચાર્લીઝ થેરોન અને નિકોલ કિડમેનનો સમાવેશ થાય છે.