હૈદરાબાદ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત બહુપ્રતિક્ષિત ડેબ્યૂ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra)આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મના ટ્રેલરની તારીખ જાહેર કરવામાં આવી છે, જે 15 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આલિયા ભટ્ટે ફિલ્મના ટ્રેલરની તારીખની જાહેરાત કરીને એક ટીઝર પણ શેર કર્યું છે. આ ટીઝરમાં રણબીર અને આલિયા ભટ્ટ સહિત ફિલ્મની લીડ સ્ટારકાસ્ટનો લૂક સામે આવ્યો છે. આ ટીઝર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા (Social Media)પર ઘણો ધૂમ મચ્યો છે.
-
From the Body posture, this definitely looks like #ShahRukhKhan to me in #Bhramastra. pic.twitter.com/4mIOF0TpIb
— F. (@thatsrkstan) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">From the Body posture, this definitely looks like #ShahRukhKhan to me in #Bhramastra. pic.twitter.com/4mIOF0TpIb
— F. (@thatsrkstan) May 31, 2022From the Body posture, this definitely looks like #ShahRukhKhan to me in #Bhramastra. pic.twitter.com/4mIOF0TpIb
— F. (@thatsrkstan) May 31, 2022
-
Is this #ShahRukhKhan𓀠 in #Brahmastra ? 🤔 pic.twitter.com/TWGpo3Sx4x
— Aavishkaar (@aavishhkar) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Is this #ShahRukhKhan𓀠 in #Brahmastra ? 🤔 pic.twitter.com/TWGpo3Sx4x
— Aavishkaar (@aavishhkar) May 31, 2022Is this #ShahRukhKhan𓀠 in #Brahmastra ? 🤔 pic.twitter.com/TWGpo3Sx4x
— Aavishkaar (@aavishhkar) May 31, 2022
આ પણ વાંચો: KKના મોત પર શરૂ થઈ રાજનીતિ, BJP-TMC આવ્યા સામસામે, તપાસની થઈ રહી છે માંગ
ચોંકાવનારો એન્ટ્રી સીન: કારણ કે, આ ટીઝરમાં તમામ પાત્રોના લુક્સ સામે લાવવામાં આવ્યા હતા...પરંતુ એક પાત્ર જેની પીઠ જ બતાવવામાં આવી છે..તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. કારણ કે, આ ફિલ્મમાં ગેસ્ટ રોલમાં એક ચોંકાવનારો એન્ટ્રી સીન છે અને આ એન્ટ્રી બીજા કોઈની નહીં પણ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની છે. 'બ્રહ્માસ્ત્ર'ના શરૂઆતી શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેતા ફિલ્મમાં કેમિયો કરશે. હવે જ્યારે ચાહકોએ સોશિયલ મીડિયા પર આ ટીઝર જોયું તો તેઓએ દાવો કર્યો છે કે, તે શાહરૂખ ખાન છે. આ ટીઝરમાં (Brahmastra Teaser) આ પાત્રને મોટા વાળ અને હાથમાં ત્રિશુલ સાથે બતાવવામાં આવ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: અનન્યાના ગ્રીન શોર્ટ ડ્રેસ અને આકર્ષક સ્ટાઈલથી ચાહકો ફિદા થયા, જૂઓ ફોટોઝ
15 જૂને રિલીઝ થશે ટીઝર: ચાહકો વીડિયો શેર કરી રહ્યા છે કે, આ સીનમાં તેની ચાલ અને સ્ટાઈલ બતાવે છે કે તે ખરેખર શાહરૂખ ખાન છે. હવે આ મામલે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. હવે વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે ટીઝરમાં તમામ ચહેરા દેખાડવામાં આવ્યા હતા, તો પછી આ પાત્રનો ચહેરો કેમ ન દર્શાવાયો. તમને જણાવી દઈએ કે, શાહરૂખ પોતાના અભિનય માટે જાણીતો છે. તે પોતાનો રોલ અને એન્ટ્રી બઘાથી અલગ રાખે છે. ટીઝરમાં અમિતાભ બચ્ચન, સાઉથ એક્ટર નાગાર્જુન અને મૌની રોયનો લૂક પણ સામે આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર 15 જૂને રિલીઝ (Brahmastra Teaser) થવા જઈ રહ્યું છે. શક્ય છે કે 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરમાં ચાહકોને શાહરૂખ ખાનની પાછળ નહીં, પણ આગળની ઝલક જોવા મળે એવું બની શકે છે.