હૈદરાબાદ: Bharti Jaffery dies: દિગ્ગજ અભિનેતા અશોક કુમારની પુત્રી ભારતી જાફરીનું મંગળવારે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહી હતી. તેના જમાઇ અને અભિનેતા કંવલજીત સિંહે પુષ્ટિ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, જણાવ્યું હતું કે પીઢ વ્યક્તિનું મંગળવારે નિધન (Bharti Jaffery passes away ) થયું હતું.
ભારતી જાફરીના મૃત્યુની જાણકારી: બોલિવૂડ-ટીવી એક્ટર કંવલજીત સિંહે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને ભારતી જાફરીના મૃત્યુની જાણકારી આપી હતી. તેણે ભારતીની ઘણી તસવીરો પણ શેર કરી છે. તસવીર શેર કરતાં તેણે લખ્યું, "અમારી પ્રિય, ભારતી જાફરી, પુત્રી, બહેન, પત્ની, માતા, દાદી, કાકી, પાડોશી, મિત્ર અને પ્રેરણા 20 સપ્ટેમ્બરે અમને છોડીને ચાલ્યા ગયા."
ભારતી જાફરીના પરિવારજનો: ભારતી જાફરીએ 'હઝાર ચૌરાસી કી મા', સાંસા, 'દમન' અને દેવી અહિલ્યા બાઈ જેવી ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપ્યો હતો. તેણે અભિનેતા સઈદ જાફરીના ભાઈ હામિદ જાફરી સાથે લગ્ન કર્યા હતા. અનુરાધા પટેલ તેમની પુત્રી છે. રૂપા વર્મા, પ્રીતિ ગાંગુલી, અરૂપ ગાંગુલી તેના ભાઈ-બહેન છે.