ETV Bharat / entertainment

Saif Ali Khan Birthday: સૈફ અલી ખાનનો 53મો જન્મદિવસ, સારા-ઈબ્રાહિમે કેક સાથે પિતાની મુલાકાત લીધી - સૈફ અલી ખાનના ઘરે સારા ઇબ્રાહિમ

સારા અલી ખાન અને તેમના નાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પિતા સૈફ અલી ખાનને જન્મદિવસ અવસરે મળવા ગયા હતા. આજે સૈફ અલી ખાન 53મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. સારા આલી ખાન અને ઈબ્રાહિમ બેસ્ટ ડેડ લખેલા ફુગ્ગાઓ, ભેટ અને કેક સાથે સૈફના મુંબઈના ઘરે પોહોંચતા જોવા મળ્યા હતા.

સૈફ અલી ખાનનો 53મો જન્મદિવસ, સારા આલી ખાન-ઈબ્રાહિમ અલી કેક લઈને પહોંચ્યા

author img

By

Published : Aug 16, 2023, 3:23 PM IST

હૈદરાબાદ: બોલિવુડની અભિનેત્રી કરીના કપૂર ખાને સૈફ અલી ખાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ સૈફ અલી ખાનના બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પિતા સૈફ અલી ખાનને તેમના ખાસ દિવસે મુલાકાત લેતા જોવા મળ્યા હતા. બુધવારે સારા અને ઈબ્રાહિમ સૈફ કરીનાના મુંબઈના ઘરે પહોંચતા જોવા મળ્યા હતા. ઈન્ટાગ્રામ પર એક પાપારાઝીએ વીડિયો શેર શેર કર્યો હતો. આ વીડિયોમાં સારા અને ઈબ્રાહિમ સૈફ આલી ખાનના ઘરે જતા જોવા મળે છે.

સૈફ અલી ખાનના જન્મદિવસ પર સારા-ઈબ્રાહિમ મળવા ગયા: ફ્લોરલ દુપટ્ટા સાથે વ્હાઈટ ડ્રેસમાં સારા ખુબ જ સુંદર દેખાતી હતી. જ્યારે ઈબ્રાહિમે ગ્રે સ્વેટશર્ટ પસંદ કર્યું હતું. સારા પાસે રંગબેરંગી ફુગ્ગાઓ જોવા મળે છે, જેમાં બેસ્ટ ડેડ અને હેપ્પી બર્થ ડે લખેલું જોવા મળ્યું હતું. સૈફ અલી ખાનના જન્મદિવસ પર સારા અને તેમના ભાઈ ઈબ્રાહિમ કેક અને ભેટ સાથે લઈને આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા જ ખુબ જ ઝડપથી વાયરલ થઈ ગયો હતો. આ બન્ને ભાઈ બહેનના પિતા પ્રત્યેનો પ્રેમ અને નમ્રતા જોઈ ચાહકો મોહિત થઈ ગયા હતા. એટલું જ નહિં પરંતુ ઈબ્રાહિમ ડ્રાઈવર સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

સૈફ આલી ખાનના પરિવાર વિશે: સારા અને ઈબ્રાહિમ સૈફના ભૂતપૂર્વ પત્ની અને અભિનેત્રી અમૃતા સિંહના બાળકો છે. લગ્નના 13 વર્ષ બાદ આ કપલ અલગ થઈ ગયું હતું. સૈફ આલી ખાને વર્ષ 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અમૃતા સારા અને ઈબ્રાહિમની સિંગલ માતા રહી હતી. ઈબ્રાહિમ કરણ જોહરની ફિલ્મ 'સરઝમીન' સાથે ફિલ્મમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આવતા પહેલા પહેલા, ઈબ્રાહિમે કરણ પાસેથી ફિલ્મ નિર્માણના દોર શીખ્યા હતા. એટલું જ નહિં, પરંતુ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની સ્ટારર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફિલ્મ નર્માતાને મદદ કરી હતી.

  1. Kartik Aaryan Gadar 2: કાર્તિક આર્યને થિયેટરમાં 'ગદર 2' નિહાળી, અભિનેતાએ આપી જોરદાર પ્રતિક્રિયા
  2. Welcome 3 Title: 'વેલકમ 3'નું ટાઈટલ જાહેર, 2024માં ક્રિસમસના અવસરે જોવા મળશે
  3. Darren Kent Died: 'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ડરેન કેન્ટનું અવસાન, 36 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.