મુંબઈઃ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સપના ગિલ અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર પૃથ્વી શૉ વચ્ચે ફેબ્રુઆરી 2023માં થયેલા વિવાદને લઈને મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે ક્રિકેટર પર સપના ગિલની છેડતીના આરોપને ખોટા ગણાવ્યા છે. આ સંબંધમાં મુંબઈ પોલીસે કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. પૃથ્વી પોતાના મિત્રો સાથે અંધેરી વિસ્તારમાં આવેલા એક બારમાં ગયો હતો એ સમયે એ સમયે સેલ્ફી લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો. જેને લઈ પૃથ્વી પર ગિલ તથા અન્ય ચાહકો ગુસ્સે ભરાયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ થઈ હતી.
જાણો સમગ્ર ઘટના: નોંધપાત્ર રીતે ક્રિકેટર પૃથ્વી શૉ તેના મિત્રો સાથે અંધેરી વિસ્તારના એક બારમાં ગયા હતા. જ્યાં સપના ગિલ અને તેના મિત્રોએ ક્રિકેટરની કારની બહાર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પૃથ્વી શૉએે સેલ્ફી લેવાની ના પાડી હતી. જેના કારણે પૃથ્વી શૉના મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા. આ પછી બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને પછી તે પોલીસ કેસ બની ગયો હતો.
બારમાં સપનાની છેડતી: સપના ગિલ અને પૃથ્વી શૉ કેસમાં મુંબઈ પોલીસે સ્થાનિક કોર્ટને કહ્યું છે કે, ક્રિકેટર પૃથ્વી શૉ પર સપના ગીલના છેડતીના આરોપો 'ખોટા અને પાયાવિહોણા' છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, ક્રિકેટરે અંધેરી વિસ્તારમાં સ્થિત બારમાં સપનાની છેડતી કરી ન હતી. પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે, CCTV ફૂટેજ દર્શાવે છે કે, ક્રિકેટર અને તેના મિત્રોએ કોઈ ખોટું કામ કર્યું નથી. પોલીસે કહ્યું કે, ક્રિકેટર અને તેના કોઈ મિત્રએ ગિલને ખોટી રીતે સ્પર્શ કર્યો નથી.
સપનાના વકીલની વિનંતી: આ બાબતે ગયા સોમવારે તપાસ અધિકારીએ તપાસ કરી હતી અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સપના ગીલના વકીલે કોર્ટને વિનંતી કરી કે, તે વીડિયોને મંજૂરી આપે જેમાં પૃથ્વી શૉ તેના ક્લાયન્ટની છેડતી કરી રહ્યો છે. વકીલે જણાવ્યું કે, આ વીડિયો સપનાના મિત્રોએ રેકોર્ડ કર્યો છે.
સપના ગિલના આરોપ: આ કેસમાં કોર્ટે આ કથિત વીડિયો પર માંગની કાર્યવાહી તારીખ 28 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. નોંધપાત્ર વાત એ છે કે, સપનાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પૃથ્વી શૉ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પૃથ્વી શૉ અને તેના મિત્રો વિરુદ્ધ કલમ 354 અને 324 હેઠળ કેસ નોંધવાની અપીલ કરવામાં આવી હતી. ગિલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પૃથ્વી શૉ અને તેના મિત્રોએ તેના પર બેટ વડે હુમલો કર્યો હતો.