હૈદરાબાદ: સેલિબ્રિટી કપલ રામ ચરણ અને ઉપાસના કોનિડેલાએ મંગળવારે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. સમાચારની પુષ્ટિ કરતા હૈદરાબાદની એપોલો હોસ્પિટલના એક સ્ટાફ મેમ્બરે ANIને જણાવ્યું કે, તારીખ 20 જૂનની વહેલી સવારે બાળકીને જન્મ આપ્યો હતો. એપોલો હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલ મેડિકલ બુલેટિન પણ વાયરલ થયું હતું, જેમાં બાળકના આગમનની પુષ્ટિ થઈ હતી.
રામ ચરણ બેબી ગર્લ: બુલેટિન મુજમ, "સુશ્રી ઉપાસના કામિનેની કોનિડેલા અને શ્રી રામ ચરણ કોનિડેલાને ઘરે તારીખ 20મી જૂન 2023ના રોજ એપોલો હોસ્પિટલ જ્યુબિલી હિલ્સ હૈદરાબાદમાં એક બાળકીનો જન્મ થયો છે. બાળક અને માતા બંનેની હાલત સારી છે." અપડેટે ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના સભ્યોને ઉત્સાહિત થઈ ગયા છે. આ દરમિયાન ચાહકો અને ફિલ્મ કલાકારો અભિનંદન પાઠવી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેતા રકુલ પ્રીતે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી. "Wohooooo અભિનંદન. રામચરણ અને ઉપાસના કામિનેની કોનિડેલાને તેમને બધાનો પ્રેમ અને આનંદ સાથે આશીર્વાદ હંમેશા મળે."
પ્રેગ્નેસીની જાહેરાત: રામ અને ઉપાસના તારીખ 14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા અને બંનેએ ડિસેમ્બર 2022માં તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. દંપતિએ જાહેરાત સાથે જણાવ્યું હતું કે, "શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે, અમને જણાવતા આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે."
અભિનેતાનો વર્કફ્રન્ટ: આ દરમિયાન વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો રામ ચરણ દિગ્દર્શક શંકરની આગામી એક્શન ફિલ્મ 'ગેમ ચેન્જર'માં અભિનેત્રી કિયારા અડવાણી સાથે જોવા મળશે. 'ગેમ ચેન્જર' તેલુગુ, તમિલ અને હિન્દી એમ 3 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં SJ સૂર્યા, જયરામ, અંજલિ અને શ્રીકાંત પણ છે. ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટની હજુ રાહ જોવાઈ રહી છે.