મુંબઈ: બોલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર અને રિતિક રોશનના પિતા રાકેશ રોશન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાકેશ રોશન બોલિવુડના પ્રખ્યાત ડાયરેક્ટર, લેખક, સંગીતકાર અને નિર્માતા છે. રાકેશ રોશને બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં એકથી વધુ શાનાદાર ફિલ્મો બનાવી છે. રાકેશ રોશનનો બોલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે ઘણો જૂનો સંબંધ છે. એટલું જ નહીં, પરંતુ રાકેશ રોશનના પિતા રોશન લાલ નાગરથ ભારતના સૌથી મોટા સંગીત નિર્દેશકોમાંના એક તરીકે જાણીતા હતા. આ ઉપરાંત રાકેશ રોશનની માતા લક્ષ્મી પણ અભિનેત્રી હતી. રાકેશ રોશને પોતાના કેરિયરમાં પૈસા અને નામ બંને ખૂબ કમાવ્યા છે અને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.
રાકેશ રોશનની કારકિર્દીની શરુઆત: રાકેશ રોશનનો જન્મ વર્ષ 1949માં બોમ્બેમાં થયો હતો. તેમણે વર્ષ 1970માં પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. રાકેશ રોશને પોતાના કરિયરની શરુઆત એક્ટિંગથી કરી હતી. રાકેશે પોતાની કારકિર્દીની શરુઆતમાં અભિનયની સાથે દિગ્દર્શન પણ કરતા હતા. તેમની પ્રથમ ફિલ્મ 'ઘર ઘર કી કહાની' છે. ત્યાર બાદ પણ તેમની ઘણી ફિલ્મોમાં અભિનય શક્તિ જોવા મળી હતી, પરંતુ રાકેશ રોશન તેમની દિગ્દર્શન કારકિર્દીમાં પ્રતિષ્ઠા મેળવી હતી.
રાકેશ રોશનની સુપરહિટ ફિલ્મો: રાકેશ રોશને તેમની પ્રથમ ફિલ્મ 'ખુદગર્જ'નું નિર્દેશન કર્યું હતું. બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં સુપરહિટ ફિલ્મો બનાવનાર ટોચના નિર્દેશકોમાં તેમનું નામ આવે છે. રાકેશ રોશને 'કરણ અર્જુન', 'કહોના પ્યાર હૈ', 'કોઈ મિલ ગયા' અને 'ક્રિશ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનુ નિર્દેશન કર્યું હતું. રાકેશ રોશને તેમના પુત્ર રિતિક રોશનને 'કહો પ્યાર હૈ' ફિલ્મથી લોન્ચ કર્યા હતા. રિતિક રોશન પોતાની ડેબ્યુ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થી જ વર્લ્ડ ફેમસ બની ગયા હતા. આ ફિલ્મનું નામ રિતિક રોશનના કરિયરની હિટ ફિલ્મોમાં આવે છે.
રાકેશ રોશનનો બાલ્ડ લુક: તમે હંમેશા રાકેશ રોશનને બાલ્ડ લુકમાં જોયા હંશે, પરંતુ તેમની પાછળ એક કારણ છે. વાસ્તવમાં રાકેશ રોશન શરુઆતથી જ બાલ્ડ લુકમાં ન હતા. રાકેશ રોશને તેમની પ્રથમ ફિલ્મ ખુદગર્જ હિટ બનાવવા માટે તિરુપતિ મંદિરમાં વ્રત કર્યું હતું. આ પછી જ રાકેશ રોશને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બાલ્ડ લુક કરાવ્યો હતો. ત્યારથી આજ સુધી તેઓ બાલ્ડ લુકમાં જોવા મળે છે.