હૈદરાબાદ: સની દેઓલનો પુત્ર રાજવીર દેઓલની ફિલ્મ 'દોનો'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાજવીર દેઓલની સાથે પાલોમાં સહ અભિનેત્રીની ભૂમિકામાં જોવા મળશે, જે પૂનમ ઢિલ્લોનની દિકરી છે. અગાઉ સની દેઓલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર 'દોનો' ફિલ્મની રિલીઝ ડેટ સાથે પોસ્ટ શેર કરી હતી. રસપ્રદ વાત એ છે કે, 'ગદર 2'ની સફળતા વચ્ચે રાજવીર દેઓલની ડેબ્યુ ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દોનો ફિલ્મનુું ટ્રેલર રિલીઝ: રાજવીર અને પાલોમા સ્ટારર ફિલ્મ 'દોનો'નું ટ્રેલર તારીખ 4 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ ગયું છે. રાજવીર અને પાલોમાની આ બોલિવુડ ડેબ્યુ ફિલ્મ તારીખ 5 ઓક્ટોમ્બરના રોજ મોટા પડદા પર જોવા મળશે. 'દોનો' ફિલ્મમાં બે મુખ્ય પાત્ર દેવ અને મેઘના તરીકે જોવા મળે છે. દેવની ભૂમિકામાં રાજવીર અને મેઘાનાની ભૂમિકામાં પાલોમા જોવા મળે છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, દુલ્હનનો મિત્ર દેવ છે અને દુલ્હનની મિત્ર મેઘના છે. એક લગ્ન પ્રસંગમાં બે અજાણ્યા વ્યક્તિનું હ્રુદસ્પર્શી સફર શરુ થાય છે. ટ્રેલરમાં દેવ સાથે મેઘના પ્રેમ કરતી જોવા મળે છે.
રાજવીર દેઓલની દોનો ફિલ્મ વિશે: તારીખ 19 ઓગસ્ટના રોજ રાજવીર અને પાલોમા અભિનીત 'દોનો' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. તારીખ 25 જુલાઈના રોજ આ ફિલ્મનું ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટીઝર 1.10 મીનિટનું હતું, જેમાં વીડિયોની શરુઆમાં જ દેવ અને મેઘના દરિયાકિનારે બેઠેલા જોવા મળે છે. 'દોનો' ફિલ્મનું ટાઈટલ સોન્ગનું લોન્ચિંગ OG રાજશ્રીની જોડી દ્વારા કરવામાં આવ્યું હતું. 'દોનો' ફિલ્મનું નિર્દેશન અવનીશ દ્વારા કરવામાં આવ્યું છે. અવનીશના પિતા સૂરજ બળજાત્યા છે, જેમણે વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં સાલમાન ખાન અને ભાગ્યશ્રીએ શાનદાર ભૂમિકા નિભાવી હતી.