હૈદરાબાદ: તાજેતરમાં બોલિવુડની અભિનેત્રી કાજોલે પોસ્ટ ડિલિટ કરીને ચાહકોને આશ્રચર્ય ચકિત કરી દીધા હતા. હવે આ પંજાબથી નવો કિસ્સો સામે આવ્યો છે. પંજાબની પ્રખ્યાત સિંગર મિસ પૂજાએ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'બાય બાય' કહી દીધું છે. મિસ પૂજાની પોસ્ટ શેર થયા બાદ યુઝર્સોએ પ્રિતિક્રિયા આપવાનું શરું કરી દીધું હતું.
સોશિયલ મીડિયાને અલવિદા: ઘણા યુઝર્સો એવા હતા કે, તેઓ દુખી હ્રુદયે સોશિયલ મીડિયા છોવાનું કારણ પુછી રહ્યાં છે. તો કેટલાંક યુઝર્સો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ મસ્તીમાં કહ્યું કે, 'તેઓ ક્યાંય નહિં જશે, સોશિયલ મીડિયા પર પાછા ફરશે.' આહુજા સિમીએ લખ્યું છે કે, 'જો તમે પોસ્ટ લખો છો તો સ્પષ્ટ લખો. આમ જ કોમેન્ટ મેળવવા માટે વગર કારણે પોસ્ટ કરતા રહે છે. એડલું જ નહિં 4 દિવસ પછી પાછા આજ પોસ્ટ નાંખશો. આજે આવુ કરવાનો સોશિયલ મીડિયા પર ડ્રેન્ટ ચાલી રહ્યો છે.'
યુઝર્સે આપી પ્રિતિક્રિયા: બબ્બૂ ચૌધરીએ મિસ પૂજાને ટ્રોલ કરી છે અને તેમની તુલના પંજાબી સિંગર શેરી માન સાથે કરી છે. તેમણે કમેન્ટમાં હંસતા મોઢે લખ્યું છ કે, 'શેરી માનની જેમ કદાજ શરાબની આદત પડી હંશે.' મલ્તાની બુલેવાલે લખ્યું છે કે, 'પાણી સુધીની તસવીર અપલોડ કરો છો. તેથી તમે છોડીને જઈ ના શકો.'
સિંગર થઈ ટ્રોલ: વિક્કી ઠાકુરે પણ કોમેન્ટમાં લખ્યું છે કે, 'શું થયું મેમ ? ગુરી સેનીએ લખ્યું છે કે, 'મિસ પૂજાને એવી રીતે પુછી રહ્યાં છે કે, જાણે પોતાના કાકાની છોકરી હોય અને ઘર છોડીને ભાગી ગઈ હોય.' જ્યારે જટ બોયે લખ્યું છે કે, 'એમને ક્યાં છોડી દઈએ. એમને નથી છોડી શક્તા. કારકિર્દી, નામ, રુપિયા બધુ અહિંથી જ મળે છે. બાય બાય સોશિયલ મીડિયા આ તમે થોડું વધારે ઓળખ મેળવવા માટે આવું કહી રહ્યાં છે.'