ETV Bharat / entertainment

શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ પ્રિયંકા ચોપરા, શેર કરી તસવીર - Overseas project Citadel

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) એક શૂટ દરમિયાન તેની ઈજાગ્રસ્ત થયેલી તસવીર શેર કરી છે. આ તસવીર જોઈને ચાહકો ચોંકી ગયા છે.

શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ પ્રિયંકા ચોપરા, શેર કરી તસવીર

author img

By

Published : May 19, 2022, 3:44 PM IST

ન્યૂઝ ડેસ્ક : માતા બન્યા બાદ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ફરી એકવાર કામ પર પરત ફરી છે અને તેણે શૂટની એક તસવીર શેર કરી છે, જેમાં તે ઈજાગ્રસ્ત જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ 'મધર્સ ડે 2022' પર ચાહકોને તેની પુત્રીની પહેલી ઝલક બતાવી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે કામ પર પાછી ફરી છે. પ્રિયંકા ચોપરા તેના વિદેશી પ્રોજેક્ટ 'સિટાડેલ'ના (Overseas project Citadel) શૂટના આગામી શેડ્યૂલ માટે સંમત થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરાએ શૂટમાંથી તેની ઈજાની તસવીર શેર કરી છે.

શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ પ્રિયંકા ચોપરા, શેર કરી તસવીર
શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ પ્રિયંકા ચોપરા, શેર કરી તસવીર

આ પણ વાંચો: PM મોદીએ કાન્સમાં 'કંટ્રી ઑફ ઓનર' મળવા પર વ્યક્ત કરી ખુશી, કહ્યું "સંબંધો થઈ રહ્યા છે મજબૂત "

પ્રિયંકાએ શૂટની શેર કરી તસવીર : વિદેશી પ્રોજેક્ટ 'સિટાડેલ'ના (Overseas project Citadel) શૂટની આ તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, 'શું તમે પણ કામ પર સખત દિવસ પસાર કર્યો છે?' અને તે પછી તે આ કેપ્શન પર હસતું ઇમોજી મૂકે છે. આ તસવીર તેના ઈજાગ્રસ્ત મેકઅપની છે. પ્રિયંકા ચોપરા લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામકરી રહી છે. આ પહેલા પણ પ્રિયંકાએ સિટાડેલ સાથે જોડાયેલી તસવીરો શેર કરી હતી. સિટાડેલ ફિલ્મમાં પ્રિયંકા સાથે રિચર્ડ મેડન અને પેડ્રો લિએન્ડ્રો જોવા મળશે. સિટાડેલમાં પ્રિયંકા ચોપરા જાસૂસનો રોલ કરી રહી છે.

આ પણ વાંચો: ગ્રીન ગાઉનમાં હેલી શાહનું કાન્સમાં ડેબ્યુ, તસવીરો જોઈને ફે્ન્સ થયા ઘાયલ

પ્રિયંકાની આગામી ફિલ્મ સિટાડેલ : અભિનેત્રીએ છેલ્લા કેટલાક મહિનાઓથી લંડનમાં આ સિરીઝ માટે શૂટિંગ કર્યું હતું. આ પહેલા તેણે ઈન્ટરનેશનલ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ પૂરું કર્યું હતું. સિટાડેલ સિરિઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે, જે અભિનેત્રીની વેબ સિરીઝની ડેબ્યૂ છે. એન્ડગેમના રુસો બ્રધર્સ આ શ્રેણીના એક્ઝિક્યુટિવ નિર્માતા છે. નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા હોલીવુડની ફિલ્મ 'વી કેન બી હીરોઝ'માં જોવા મળી હતી, પ્રિયંકાના ખાતામાં તેની આગામી ફિલ્મોમાં સિટાડેલ તેમજ 'જી લે ઝરા' અને 'મેટ્રિક્સ 4'નો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.