ETV Bharat / entertainment

Box Office Collection: 'આદિપુરુષ' ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ભાંગી પડી, કમાણી 75 ટકા ઘટી - આદિપુરુષ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4

ચોથા દિવસે 'આદિપુરુષ'નું બોક્સ ઓફિસ કલેક્શન દર્શાવે છે કે, આ ફિલ્મમાં રહેલી ઘણી ખામીઓને લઈને લોકો કેટલા નારાજ છે. ફિલ્મની કમાણી 75 ટકા ઘટી છે. 'આદિપુરુષ' ફિલ્મની 3 દિવસની કમાણી અને છેલ્લે ચોથા દિવની કમાણી વચ્ચે ખુબજ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અહિં જાણો ચોથા દિવસની કમાણી કેટલી ?

'આદિપુરુષ' ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ભાંગી પડી, કમાણી 75 ટકા ઘટી

author img

By

Published : Jun 20, 2023, 10:42 AM IST

હૈદરાબાદઃ દેશભરમાં વિરોધનો સામનો કરી રહેલી ફિલ્મ 'આદિપુરુષ'ને રિલીઝના ચોથા દિવસે બોક્સ ઓફિસ પર મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મની કમાણી ઘટીને 75 ટકા થઈ ગઈ છે. ફિલ્મે તેના શરૂઆતના દિવસે ચોક્કસપણે ધમાકો કર્યો હતો. પરંતુ દર્શકોને આ ફિલ્મ પસંદ ન આવી અને સોમવારે તારીખ 19 જૂન ફિલ્મનો બિઝનેસ તૂટી ગયો છે.

બિઝનેસમાં મોટો ઘટાડો: જોકે, આ ફિલ્મે ત્રણ દિવસમાં 300 કરોડની ક્લબમાં એન્ટ્રી કરીને ઘણી મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પરંતુ ફિલ્મના ચોથા દિવસના કલેક્શને સાબિત કરી દીધું છે કે, આ ફિલ્મ જોવામાં કોઈને રસ નથી. ફિલ્મના ડાયલોગ્સ લખનાર લેખક મનોજ મુન્તાશીર આ ફિલ્મને લઈને સૌથી વધુ વિરોધનો સામનો કરી રહ્યા છે. ફિલ્મમાં એવા સંવાદો અને ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

બોક્સ ઓફિસ કલેક્શન: આદિપુરુષે તેના પહેલા સોમવારે તારીખ 19 જૂને બોક્સ ઓફિસ પર વાતાવરણ કઈંક જુદુ જ જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અને ઘણા ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર સોમવારે ફિલ્મની કમાણી 75 ટકા ઘટી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મે સોમવારે માત્ર 8 થી 9 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે શરૂઆતના દિવસે 86.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે બીજા દિવસે 65.25 કરોડ અને ત્રીજા દિવસે 67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આદિપુરુષ ફિલ્મ વિવાદ: અગાઉ રવિવારના રોજ ફિલ્મે વિરોધ વચ્ચે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ફિલ્મનું અંદાજિત 4 દિવસનું સ્થાનિક કલેક્શન 113 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિશ્વભરમાં ફિલ્મની કમાણી 350 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મને લઈ હજુ પણ વિરોધ પુરજોશમાં ચાલી રહ્યો છે. નેપાળમાં પણ આદિપુરુષનો વિરોધ અને બોલિવુડ ફિલ્મ પર પ્રતિબંધના સમાચારે આશ્ચર્યચકિત કરી દીધાં હતાં.

  1. Singer Miss Pooja: પંજાબની પ્રખ્યાત ગાયિકા મિસ પૂજાએ સોશિયલ મીડિયાને કહ્યું બાય બાય, યુઝર્સે કરી ટ્રોલ
  2. Adipurush: નેપાળમાં 'આદિપુરુષ'નો વિરોધ, પોખરામાં બોલિવુડની ફિલ્મ પર પ્રતિબંધ
  3. Ram Charan Baby Girl: રામ ચરણના ઘરે 11 વર્ષ પછી ગુંજી કિલકારી, પત્ની ઉપાસનાએ બાળકીને આપ્યો જન્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.