ETV Bharat / entertainment

PM Modi tweet: PM મોદીએ સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક, તેઓ મહાન કલાકાર હતા - PM મોદી ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને અભિનાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'અભનેતાએ સિનેમામાં આપેલ યોગદાનને યાદ કરવામાં આવશે.' અહિં જાણો અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે.

PM Modi tweet: PM મોદીએ સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક, તેઓ મહાન કલાકાર હતા

author img

By

Published : Mar 9, 2023, 4:45 PM IST

નવી દિલ્હી: હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. ભૂતકાળમાં તે તેના મિત્રો સાથે ખુશીથી હોળીની મજા માણી હતી. તેની હોળીની ઉજવણી જોઈને કોઈ માની ન શકે કે તેની સાથે આટલો મોટો અકસ્માત થયો હશે. અભિનેતાના નિધનને કારણે ફિલ્મ જગત અને તેના ચાહકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ છે. સતીશ કૌશિકના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને રાજકીય વર્તુળોમાં પણ તેમના નિધનથી શોકની લાગણી પ્રસરી છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Satish Kaushik And Celebs: બોલિવૂડ સેલેબ્સે એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક

PM મોદીએ વ્યક્ત કર્યો શોક: PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ''જાણીતા ફિલ્મ વ્યક્તિત્વ શ્રી સતીશ કૌશિકજીના અકાળ અવસાનથી દુઃખી. તેઓ એક સર્જનાત્મક પ્રતિભા ધરાવતા હતા. જેમણે તેમના અદ્ભુત અભિનય અને દિગ્દર્શનને કારણે દિલ જીતી લીધા હતા. તેમની કૃતિઓ દર્શકોનું મનોરંજન કરતી રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.''

આ પણ વાંચો: Satish Kaushik And Govinda: ગોવિંદા અને સતિષની જોડીએ ફિલ્મમાં એક અલગ છાપ છોડી, જુઓ ફિલ્મોની સૂચિ

જાણો અંતિમ સંસ્કારનો સમય: ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનેતા સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાના અંતિમ સંસ્કાર આજે સાંજે 5 કલાકે કરવામાં આવશે. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અભિનેતાના ઘરે પહોંચી રહ્યા છે. જેમાં જાવેદ અખ્તર, અનુપમ ખેર અને રાજ બબ્બર સહિત ઘણા સ્ટાર્સ દિવંગત અભિનેતા સતીશ કૌશિકના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ત્યાં પીઢ અભિનેતાને ભીની આંખો સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.