હૈદરાબાદ: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ 'પઠાણ' (Pathaan New Poster) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરી 2023ના પ્રજાસત્તાક દિવસના અવસર પર રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર અને ઘણા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે, જેને જોયા બાદ ચાહકોની બેચેની વધુ વધી ગઈ છે. કારણ કે, શાહરૂખ 4 વર્ષ પછી મોટા પડદા પર પરત ફરી રહ્યો છે અને તે પણ એક્શન અવતારમાં. હવે ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહરૂખ ખાન (Shah Rukh khan and Pathaan New Poster) હાથમાં બંદૂક સાથે જોવા મળી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મનું નવું પોસ્ટર: ફિલ્મ નિર્માતા યશ રાજ બેનરે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, 'તેને હંમેશા લડવા માટે શોટગન મળે છે. પઠાણ યશ રાજના 50 વર્ષની ઉજવણી કરે છે. ટૂંક સમયમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં તમારી નજીકના સિનેમા હોલમાં. આ પહેલા ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફિલ્મ 'પઠાણ' વિશે ઘણી માહિતી શેર કરી હતી. દિગ્દર્શકે તે દેશોના નામ આપ્યા હતા જ્યાં તેમણે 'પઠાણ'નું શૂટિંગ કર્યું છે.
શૂટિંગ માટે 8 દેશની મુલાકાત: સિદ્ધાર્થ આનંદે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેમણે બોલિવૂડના 3 સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથેની ફિલ્મ માટે વિશ્વના 8 દેશોની મુલાકાત લીધી હતી. જેમાં ભારત, સ્પેન, યુએઈ, તુર્કી, રશિયા, સાઈબેરિયા, ઈટાલી અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. એટલે કે, એક્શન ડ્રામા અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ 'પઠાણ' દુનિયાના 8 દેશોમાંથી પસાર થયા બાદ સ્ક્રીન પર આવી રહી છે. આ સાથે જ ફિલ્મના એક્શન સીનના પોસ્ટર પણ શેર કરવામાં આવ્યા છે.
શાહરૂખ ખાને ફેન્સને શું પૂછ્યું: આ પહેલા પણ શાહરૂખ ખાને ફિલ્મ 'પઠાણ'નું નવું પોસ્ટર શેર કર્યું હતું અને ગુરુવારે ચાહકોને પૂછ્યું હતું કે, 'શું તમે તમારી બેલ્ટ બાંધી છે ?' તો ચાલો જઈએ ? ફિલ્મ રિલીઝ થવામાં 55 દિવસ બાકી છે. તમારા નજીકના સિનેમા હોલમાં તારીખ 25 જાન્યુઆરીએ. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પઠાણ'માં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. ટાઇગર શ્રોફ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે.