મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજે તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સાત ફેરા લેવા જઈ રહ્યા છે. અભિનેત્રીની આજે સાંજે ચૂડા, હલ્દી અને સંગીત સમારોહ પછી વિદાય થવા જઈ રહી છે. લગ્નમાં હાજરી આપવા માટે મનોરંજન અને રાજકારણીની મોટી હસ્તીઓ લીલા પેલેસ પહોંચી છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગઈકાલે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સંગીત સેરેમની યોજાઈ હતી. જેની તસવીરો સામે આવી છે. આ સંગીત સેરેમનીમાં પરિણીતી અને રાઘવ કેટાલ સુંદર દેખાઈ રહ્યાં છે.
નવરાજ હંસે પરિણીતી-રાઘવને અભિનંદન પાઠવ્યા: તસવીરો શેર કરતાં નવરાજે લખ્યું છે કે, ''આરાધ્ય યુગલને અભિનંદન, તમે બંને એકબીજા માટે બન્યા છો, પરણિતી ચોપરા જી અને રાઘવ ચઢ્ઢા જી તમને સુખી લગ્ન જીવન, સંગીત સેરેમનીમાં તમારી સાથે પરફોર્મ કરવા માટે આતુર છું. શુભકામનાઓ મારા માટે આ એક મોટી તક છે. ભગવાન તમને દંપતીને આશીર્વાદ આપે.'' નવરાજ હંસ વિશે વાત કરીએ તો તેઓ લોકપ્રિય પંજાબી સિંગર હંસ રાજ હંસનો પુત્ર છે.
પરિણીતીના પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના શાહી લગ્ન આજે રાજસ્થાનમાં છે. સવારથી જ ધાર્મિક વિધિઓ ચાલુ છે. વરરાજા રાઘવ તાજ લેક પેલેસથી લીલા પેલેસ માટે નીકળી ગયા હતા. શોભાયાત્રામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, ક્રિકેટર હરભજન સિંહ સહિતની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. લીલા પેલેસ પહોંચતા જ પરિણીતીના પરિવારે મહેમાનોનું શાહી અંદાજમાં સ્વાગત કર્યું હતું.