હૈદરાબાદ: ક્રિસ્ટોફર નોલન દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓપેનહેમરને ભારતમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે. શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ લોકપ્રિયતામાં વધારો કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપેનહેમરના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મ અણુ બોમ્બના પિતા કરીકે જાણીતા પરમાણુ શાસ્ત્રોના વિકાસમાં ઓપેનહેમરની મુખ્ય ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ભારતમાં ફિલ્મની કમાણી: નોલનની ફિલ્મ ઓપેનહેમરે ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ટોમ ક્રૂઝની જાસૂસી અને એક્શન ફિલ્મ 'મિશન: ઈમ્પોસિબલ - ડેડ રેકનિંગ પાર્ટ વન'ને પાછળ છોડી દીધી છે. ઈન્ડસ્ટ્રીયલ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ઓપેનહેમરે રિલીઝના બીજા દિવસે 17 કરોડ રુપિયાની કમાણી કરી છે. 'ઓપેનહેમર'ની કુલ કમાણી હવે 31.50 કરોડ રુપિયા થઈ ગઈ છે. જેમાં પહેલા દિવસની કામાણી 14.50 કરોડ રુપિયા છે. ઈગ્લિશ વર્ઝનમાં આ ફિલ્મની કમાણી 12.75 કરોડ રુપિયા છે અને 1.75 કરોડ રુપિયા હિન્દી વર્ઝનમાં સામેલ છે. શનિવારે અગ્રેજી વર્ઝન માટે ફિલ્મને કુલ 59.99 ટકા ઓક્યુપેન્સી મળી છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: આ ફિલ્મમાં ઓપેનહેરનું કાર્ય દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મના સ્ટાકાસ્ટની વાત કરએ તો, એમિલી બ્લન્ટ, મેટ ડેમન, કિલન મર્ફી, રોબર્ટ ડાઉની, ફ્લોરેન્સ પુગ, જોશ હાર્ટનેટ, કેનેથ બ્રાનાઘ, રામી મલેક, કેસી એફ્લેક સામેલ છે. આ એપિક બોયગ્રાફી થ્રિલર ફિલ્મ છે. ફિલ્મ વર્ષ 2005ના જીવનચરિત્ર પ્રોમિથિયસ પર આધારિત છે. આ ફિલ્મમાં એમલી બ્લન્ટ એ ઓપેનહેમરની પત્ની તરીકેની ભૂમિકામાં જોવા મળે છે.
ફિલ્મમાં ઓપેનહેમરની ભૂમિકા: ''ઓપેનહેમર' ફિલ્મમાં ઓપેનહેમરના જીવનના ઘણા પાસાંઓને આવરી લીધા છે. જેમાં જોઈએ તો તેમના શિક્ષણના દિવસો અને સામ્યવાદી પક્ષ સાથેના તેમના જોડાણો, યુદ્ધ દરમિયાન તેમનું યોગદાન, મેનહટન પ્રોજેક્ટમાં તેમની મુખ્ય ભૂમિકા સામેલ છે. આ ફિલ્મને ભારતીય બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હજુ પણ આ ફિલ્મ દર્શકોને ફિલ્મ જોવા માટે આકર્ષિત કરી રહી છે.