હૈદરાબાદ: 19 જૂનના રોજ, બોલિવૂડના લગભગ તમામ સેલેબ્સે તેમના પિતા સાથેની તસવીરો શેર કરીને ફાધર્સ ડેની ઉજવણી ( celebrated first fathers day) કરી હતી. ત્યારે હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમના પ્રથમ બાળક ( Malti chopra jonas) સાથે ફાધર્સ ડેનો આનંદ માણ્યો (Nick jonas and Priyanka chopra celebrated first fathers day) હતો. પ્રિયંકા અને નિકે આ દિવસે એક સુંદર તસવીર પોસ્ટ કરીને ચાહકોને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો: વિદ્યુત જામવાલ પોતાની લક્ઝરી કારમાં મહિલા ફેનને ફરવા લઈ ગયો, ચાહકોએ કહ્યું ગોલ્ડન હાર્ટ મેન
દીકરીના ચહેરાની ઝલક: પ્રિયંકા અને નિક દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં માલતી તેના પિતા નિક જોનાસ સાથે ઉભેલી જોવા મળે છે. જો કે દંપતીએ હજુ સુધી દીકરીના ચહેરાની ઝલક દેખાડી નથી. આ તસવીરમાં નિકે સફેદ રંગનો ટુવાલ અને પગમાં સફેદ સ્નીકર્સ (જૂતા) પહેર્યા છે. મજાની વાત એ છે કે આ કપલે તેમની દીકરીને પણ સફેદ સ્નીકર્સ પહેરાવ્યા છે.
પહેલો ફાધર્સ ડે: હવે આ તસવીર જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને માલતીની આ સુંદર તસવીર પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસવીર શેર કરીને નિકે લખ્યું છે કે મારો પહેલો ફાધર્સ ડે, તમને બધાને અભિનંદન.
આ પણ વાંચો: ઋતિક રોશનના નાનીનું 91 વર્ષની વયે નિધન, ઘણા સમયથી હતાં બીમાર
જન્મદિવસની શુભેચ્છા પાઠવી: તે જ સમયે, નિકે તેના પિતા સાથેની એક તસવીર પણ શેર કરી છે અને ચાહકોને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની માતા મધુ ચોપરાના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.