ETV Bharat / entertainment

Ileana DCruz pregnant: ઈલિયાના ડિક્રૂઝે પ્રગ્નેન્ટ દરમિયાન આરામદાયક તસવીર કરી શેર, કહ્યું- 'હાલની જિંદગી' - ઇલિયાના ડીક્રુઝ બેબી બમ્પ

ઇલિયાના ડીક્રૂઝે તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમના ચાહકોને પ્રેગ્નેન્ટ દરમિયનની ઝલક આપી છે. ઇલિયાના તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરે છે. કારણ કે, તેણી તેના પાલતુની સંગતમાં પીણાંનો કપ હાથમાં લઈ આનંદ માણી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ઇલિયાનાએ જાહેરાત કરતા કહ્યું હતું કે, 'તે હવે તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે.'

ઈલિયાના ડિક્રૂઝે પ્રગ્નેન્ટ દરમિયાન આરામદાયક તસવીર કરી શેર, કહ્યું- 'હાલની જિંદગી'

author img

By

Published : May 4, 2023, 12:33 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડી'ક્રૂઝે તારીખ 4 મેના રોજ સોશિયલ મીડિયા પર પોતાનો અને તેના પાલતુ પ્રાણી સાથે આરામદાયક વીડિયો શેર કર્યો છે. તેણીના હાથમાં કપ સાથે પથારીમાં સૂતી વખતે બેબી બમ્પની એક ઝલક આપી. તેમણે વીડિયોમાં તેના પાલતુને પણ બતાવ્યું અને અંતે તેના પેટની ઝલક આપી છે. વીડિયોની સાથે તેણે લખ્યું, "હાલની જિંદગી".

આ પણ વાંચો: Sooraj Pancholi: જીયા ખાન કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ સૂરજ પહોંચ્યો ગુરૂદ્વારામાં, કહ્યું થેંક્યું...

ઇલિયાના ડીક્રુઝની પ્રેગ્નેટ તસવીર: ઇલિયાનાએ તેના પાલતુ પ્રાણીની ઊંઘની તસવીર પણ શેર કરી અને તેને કેપ્શન આપ્યું, "દેખીતી રીતે આ આરામદાયક છે ?" અભિનેત્રી તેના પ્રશંસકો અને ફોલોઅર્સ સાથે પ્રેગ્નેન્ટ દરમિયાન તેના જીવનની ઝલક શેર કરી છે. આ વર્ષની શરૂઆતમાં ઇલિયાનાએ એક મોટી જાહેરાત કરી હતી કે, તે હવે તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જઈને કેટલીક તસવીરો શેર કરી, જેના કેપ્શનમાં તેણે લખ્યું, "ટૂંક સમયમાં આવી રહ્યું છે. ''મારા નાના પ્રિયતમને મળવાની રાહ હવે જોઈ શક્તી નથી.''

ઈલિયાના ડિક્રૂઝે પ્રગ્નેન્ટ દરમિયાન આરામદાયક તસવીર કરી શેર, કહ્યું- 'હાલની જિંદગી'
ઈલિયાના ડિક્રૂઝે પ્રગ્નેન્ટ દરમિયાન આરામદાયક તસવીર કરી શેર, કહ્યું- 'હાલની જિંદગી'

ચાહકોએ પાઠવ્યા અભિનંદ: જોકે, તેમણે તેના પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી. તેમના પ્રેગ્નેન્ટના સમાચાર મળતા જ ચાહકોએ કોમેન્ટ બોક્સમાંં અભિનંદનના સંદેશાઓ અને રેડ હાર્ટ ઈમોજીસ શેર કર્યા હતા. ઇલિયાના શરૂઆતથી જ તેના અંગત જીવન વિશે ખૂબ જ ચુસ્ત રહે છે. જો કે, ઘણા અહેવાલો સૂચવે છે કે, તે કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. માલદીવમાં વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે વેકેશન મનાવતા જોવા મળ્યા બાદ બંનેના સંબંધોની અફવાઓ સામે આવી હતી. જો કે, દંપતીએ હજી પણ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.

આ પણ વાંચો: Parineeti Raghav in IPL: ક્રિકેટના મેદાન પર મેમોરેબલ મેમરીઝ, રાઘવ-પરિણિતીએ માણી મેચ

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: સેબેસ્ટિયન પહેલા, ઇલિયાના ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોન સાથે લાંબા ગાળાના સંબંધમાં હતી. વ્યાવસાયિક મોરચે, ઇલિયાના છેલ્લે અભિષેક બચ્ચન સાથે ધ બિગ બુલમાં જોવા મળી હતી, જેનું દિગ્દર્શક કુકી ગુલાટી દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું અને અજય દેવગણ દ્વારા નિર્મિત હતી. તે આગામી સમયમાં રણદીપ હુડા સાથે અનફેર એન્ડ લવલીમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.