ETV Bharat / entertainment

Koffee With Karan 8 Latest Promo : કોફી વિથ કરણ 8નો લેટેસ્ટ પ્રોમો આવ્યો, સારા-અનન્યાએ બોયફ્રેન્ડની અફવા પરથી પડદો હટાવ્યો?, જુઓ - શુભમન ગિલ

'કોફી વિથ કરણ 8'નો લેટેસ્ટ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. નવીનતમ પ્રોમોમાં, સારા અલી ખાન અને અન્નાયા પાંડેએ શુભમન ગિલ અને આદિત્ય રોય કપૂર વિશે વહેતી અફવાઓ વિશે ખુલાસો કર્યો છે. પ્રોમો જુઓ...

Etv BharatKoffee With Karan 8 Latest Promo

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 3:01 PM IST

મુંબઈઃ કરણ જોહરના પોપ્યુલર ચેટ શો 'કોફી વિથ કરણ 8'નો ઘણો ક્રેઝ છે. સોમવારે ફિલ્મ મેકર કરણ જોહરે તેના શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ કર્યો હતો. લેટેસ્ટ પ્રોમો પરથી જાણવા મળે છે કે બોલિવૂડની બે બેસ્ટિસ સારા અલી ખાન અને અનન્યા પાંડે તેના આગામી એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે. આ પ્રોમો શેર કરવા માટે કરણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

કરણે ઇન્સ્ટાગ્રામ પર પ્રોમો શેર કર્યો: કરણ જોહરે આજે, 6 નવેમ્બરે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર 'કોફી વિથ કરણ 8'નો લેટેસ્ટ પ્રોમો શેર કર્યો અને કૅપ્શનમાં લખ્યું, 'આ બધુ જ આગામી એપિસોડ માટે આ બે મૈગનેટિક ગર્લ સાથે મિત્રતા, પ્રેમ અને કોફી વિશે છે. ફિલ્મો વિશે છે. મારા પર વિશ્વાસ કરો, તે એક વિસ્ફોટ હશે.

બોલિવૂડના બે સ્ટાર કિડ્સ શોમાં આવશે: પ્રોમોની શરૂઆત કરણ જોહરથી થાય છે, જેમાં તે બોલિવૂડના બે સ્ટાર કિડ્સ સારા અલી ખાન અને અનન્યા પાંડેનો પરિચય કરાવતો જોવા મળે છે. સારા લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે અનન્યા પાંડે બ્લેક કલરના કટઆઉટ ડ્રેસમાં જોવા મળી શકે છે.

શુભમન ગિલ સાથેની ડેટિંગ: પ્રોમોમાં કરણ બંને સ્ટાર કિડ્સને તેમના એક્સ બોયફ્રેન્ડ વિશે પૂછપરછ કરતા જોવા મળે છે. આના પર સારા કહે છે કે શોની શરૂઆત એક સારા સવાલ સાથે થઈ છે. કરણે સારાને તેના અને ભારતી ક્રિકેટર શુભમન ગિલ વચ્ચેની ડેટિંગની અફવાઓ વિશે પૂછ્યું. જેના જવાબમાં સારાએ કહ્યું, 'મિત્રો, સારાને ફોલો કરવામાં તમે ખોટા છો. આખી દુનિયા ખોટી છે.

અનન્યાએ આદિત્ય રોય કપૂર વિશે શું કહ્યું?: આ પછી બંને અભિનેત્રીઓ મસ્તી કરતી જોવા મળે છે. દરમિયાન, કરણ સારાને પૂછે છે, 'એવી વસ્તુ જે અનન્યા પાસે છે અને તમારી પાસે નથી.' આના પર સારા કહે છે, 'એ નાઇટ મેનેજર'. એવી અફવા છે કે આદિત્ય રોય કપૂર અને અનન્યા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનામાં બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં જ એક પાર્ટીમાં બંને એકબીજાનો હાથ પકડતા જોવા મળ્યા હતા. આ કપલના એકસાથે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ પણ વાંચો:

  1. Arijit Singh Music Concert: અરિજિત સિંહના મ્યુઝિક કોન્સર્ટમાં 'ચન્ના મેરેયા' પર થીરક્યા રણબીર કપૂર
  2. Manish Malhotra's Diwali Party: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો, સલમાન-એશ અને ગૌરી ખાન-નીતા અંબાણી સહિતના આ સ્ટાર્સ જોવા મળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.