હૈદરાબાદ: ટોલીવુડ અને 'મખ્ખી' ફિલ્મના ફેમસ અભિનેતા સુદીપ સંજીવ અને દર્શન થૂગુદીપા કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તારીખ 5 એપ્રિલે BJPમાં જોડાય તેવી શક્યતા છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, સુદીપ અને દર્શન થૂગુદીપા આજે પાર્ટીમાં જોડાશે. ANI અનુસાર, કિચ્ચા સુદીપ અને દર્શન થૂગુદીપા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાશે.
આ પણ વાંચો: Bigg Boss 13: બિગ બોસ 13 ફેમ પારસ છાબરા અને માહિરા શર્માનું બ્રેકઅપ, જાણો કારણ
કિચ્ચા સુદીપના રાજકારણમાં: તારીખ 10 મે 2023 ના રોજ કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. તારીખ 13 મે 2023ના રોજ મતગણતરી થશે. કિચ્ચા સુદીપના રાજકારણમાં પ્રવેશવાની ઘણી અફવાઓ પહેલા પણ આવી ચૂકી છે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે, તેને ભૂતકાળમાં અનેક રાજકીય પક્ષો તરફથી ઓફર મળી છે, પરંતુ હજુ સુધી તેણે પોતાનું મન બનાવ્યું નથી. તેણે એમ પણ કહ્યું કે, જો તે રાજકારણમાં આવવાનું નક્કી કરશે તો તે પહેલા તેના ચાહકોની સલાહ લેશે.
આ પણ વાંચો: Money Laundering Case: જેકલીન ફર્નાન્ડિસ કોર્ટમાં થઈ હાજર, કેસની સુનાવણી 18 એપ્રિલે થશે
ટોલીવુડ સુપરસ્ટાર રાજકારણમાં: સુદીપ કર્ણાટક સરકારની 'પુણ્યકોટી દત્તુ યોજના' નામની યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થવાને કારણે પણ ચર્ચામાં હતા. કિચ્ચા સંદીપે કહ્યું હતું કે, તેઓ આ યોજના હેઠળ કર્ણાટકના દરેક જિલ્લા માટે 31 ગાયો દત્તક લેશે. કિચ્ચા સુદીપ અને દર્શન થૂગુદીપા સિવાય સાઉથના ઘણા કલાકારો છે, જેઓ એક્ટિંગ બાદ રાજકારણમાં પગ મૂકતા જોવા મળ્યા છે. જેમાં ટોલીવુડ સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ સામેલ છે. જોકે, તેણે વર્ષ 2021માં તેનાથી પોતાને દૂર કરી દીધા હતા. આ યાદીમાં તેમના સિવાય અભિનેતા અંબરીશ, જગેશ અને દિવ્યા સ્પંદનાના નામ પણ સામેલ છે.