ETV Bharat / entertainment

જાપાનમાં આવેલા ભૂકંપથી હચમચી ગયો જુનિયર NTR, જુઓ લાગણીસભર પોસ્ટ - દેવરા

સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR પરિવાર સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જાપાનમાં રજાઓ માણી રહ્યો હતો. આ વચ્ચે જાપાનમાં આવેલા ભૂકંપની તેના પર ઊંડી અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. 2 જાન્યુઆરીના રોજ તેણે X પર એક પોસ્ટ કરતા કર્યું કે તે ઘરે પરત ફર્યા છે અને જાપાનમાં આવેલા ભૂકંપથી ઊંડો આઘાત લાગ્યો છે.

જુનિયર NTR
જુનિયર NTR
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 11:50 AM IST

મુંબઈ : એસએસ રાજામૌલીની ઓસ્કાર વિજેતા RRR ફિલ્મના હીરો સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR ગયા અઠવાડિયે જાપાનમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યો હતો. 2 જાન્યુઆરીના રોજ તેણે X પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે તે ઘરે પરત ફર્યો છે. જાપાનમાં આવેલા ભૂકંપથી ખૂબ જ દુઃખી છે. ઉલ્લેખનિય છે કે, 1 જાન્યુઆરીના રોજ જાપાનમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેના પરિણામે આઠ લોકોના મોત થયા છે. ઉપરાંત જાપાનમાં સુનામી આવ્યા બાદ હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

જુનિયર NTR જાપાન વેકેશન : જુનિયર NTR અને તેનો પરિવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે ઘણીવાર વિદેશ ફરવા જતા હોય છે. આ વર્ષે તેઓ પોતાની પત્ની લક્ષ્મી પ્રણતિ અને તેમના બે બાળકો અભય અને ભાર્ગવ સાથે જાપાનમાં ક્રિસમસ અને નવું વર્ષની ઉજવણી કરવા ગયા હતા. 1 જાન્યુઆરીના રોજ જુનિયર NTR તેની પત્ની અને બે પુત્ર સહિત હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

  • Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
    Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵

    — Jr NTR (@tarak9999) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લાગણીસભર પોસ્ટ : 2 જાન્યુઆરીના રોજ જુનિયર NTR X પર પોસ્ટ કરી કે, જાપાનથી આજે ઘરે પરત ફર્યો અને ભૂકંપથી ખૂબ જ આઘાત લાગ્યો છે. છેલ્લું અઠવાડિયું ત્યાં વિતાવ્યું અને મારું હૃદય અસરગ્રસ્ત તમામ લોકોની હાલતથી દુઃખી છે. લોકોના મજબૂત મનોબળ માટે હું આભારી અને તેમના ઝડપી સુધારાની આશા કરું છું. જાપાન મજબૂત રહેજો.

  • అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year.

    Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0

આગામી ફિલ્મ 'દેવરા' : જુનિયર NTR દિગ્દર્શક કોરાટાલા શિવાની બે ભાગમાં રિલીઝ થનારી ફિલ્મ દેવરાના શૂટિંગમાં વ્યસ્ત છે. જુનિયર NTR ક્રિસમસ 2023 અને નવા વર્ષની ઉજવણી માટે કામમાંથી થોડો બ્રેક લીધો હતો. 1 જાન્યુઆરીના રોજ ફિલ્મ દેવરાના મેકર્સે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ સાથે જ 8 જાન્યુઆરીના રોજ ફિલ્મની પ્રથમ ઝલક બતાવવાની જાહેરાત કરી હતી. 'દેવરા'નો પહેલો ભાગ 5 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં જુનિયર એનટીઆર ઉપરાંત જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.

  1. Viral Video : વિજયકાંતના અંતિમ દર્શન વખતે ' થલપથી ' વિજય પર ચપ્પલ વડે હુમલો, શરમજનક ઘટનાથી ચાહકો ચોંકી ગયા
  2. Bye Bye 2023: બોલિવૂડથી લઈને સાઉથના સ્ટાર્સ સુધી, સેલેબ્સે આ રીતે આપી વિદાય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.