મુંબઈઃ તારીખ 3 જૂનના રોજ જીયા ખાનના મૃત્યુના વાવડ મળતા જ બોલિવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ કેસમાં અભિનેત્રીની માતાએ એના બોયફ્રેન્ડ રહેલા સૂરજ પંચોલી પર આક્ષેપ મૂક્યા હતા. જીવન પડતું મૂકવા માટે ઉશ્કેરણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી એમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એનો જામીન પર છૂટકારો થતા એ મુક્ત થયો હતો. આ મામલે અંતિમ નિર્ણય આજે આવી શકે છે. સીબીઆઈ કોર્ટમાંથી આ ચૂકાદો જાહેર થઈ શકે છે.
આ પણ વાંચોઃ Chrisann Pereira: ક્રિસન પરેરા ડ્રગ્સ પ્લાન્ટ કેસમાં જેલમાંથી થયા મુક્ત,
ચૂકાદો આવશેઃ જીયા ખાન સ્યૂસાઈડ કેસમાં સીબીઆઈ કોર્ટ ચૂકાદો જાહેર કરશે. સૂરજ પંચોલી સીબીઆઈ કોર્ટમાં જવા માટે સવારે રવાના થયો હતો. જીયા ખાનની આત્મહત્યાના દસ વર્ષ બાદ આ ચૂકાદો આવી રહ્યો છે. તારીખ 3 જૂનના રોજ જીયાનો એમના ઘરેથી મૃતદેહ મળ્યો હતો. અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસના ચુકાદા માટે સૂરજ મુંબઈની સીબીઆઈ કોર્ટમાં જવા સવારે રવાના થઈ ગયો હતો. સૂરજ પંચોલી પર જીયા ખાનને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે.
માતાએ કર્યા આક્ષેપઃ જિયા ખાનના મૃત્યુ પછી, તેની માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો કે, સૂરજ પંચોલી અને તેનો પરિવાર તેની પુત્રી સાથે ખરાબ વર્તન કરે છે. જિયાને ગર્ભપાત માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના નિર્ણય પહેલા જીયા ખાનની માતા રાબિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે પુરાવાના આધારે સત્ય બહાર લાવવા માટે 10 વર્ષ વિતાવ્યા છે. હવે કોર્ટ યોગ્ય નિર્ણય લે છે. આ ચુકાદો અભિનેતા સૂરજ પંચોલીનું ભાવિ નક્કી કરશે, જેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. જિયા ખાને આત્મહત્યા પહેલા કથિત રીતે છ પાનાની સુસાઈડ નોટ મૂકી હતી. તેના આધારે સૂરજને આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈએ દાવો કર્યો છે કે, પત્રમાં સૂરજ સાથે જીયાના ઘનિષ્ઠ સંબંધો તેમજ કથિત શારીરિક શોષણ, માનસિક અને શારીરિક ત્રાસ વિશે વાત કરવામાં આવી છે. જેના કારણે તેણીએ આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચોઃ Samantha Temple In AP: APમાં ફેને બનાવ્યું સામન્થા રૂથ પ્રભુનું મંદિ
આ ફિલ્મોમાં રહીઃ નિશબ્દ, ગજની અને હાઉસફુલ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી જિયા ખાને 3 જૂન, 2013ના રોજ આત્મહત્યા કરી હતી. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટ તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી વિરુદ્ધ ચુકાદો સંભળાવશે, જેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે.