ફ્રાન્સ: પેરિસ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ તારીખ 14 જુલાઈએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પેરિસમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં 3 વાર ગ્રેમી વિજેતા બનેલા સંગીતકાર રિકી કેજ, બોલીવુડ એક્ટર આર. માધવન જેવી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ડિનર પાર્ટીમાં પીએમ મોદી માટે ફ્રન્સના કાલાકારોએ એઆર રહેમાનનું લોકપ્રિય દેશભક્તિ ગીત 'જય હો' પ્રદર્શિત કર્યું હતું.
-
#WATCH | ‘Jai Ho’ song was played twice at the banquet hosted by France President Emmanuel Macron for PM Narendra Modi, in Paris on July 14. pic.twitter.com/wgg6HahpuN
— ANI (@ANI) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | ‘Jai Ho’ song was played twice at the banquet hosted by France President Emmanuel Macron for PM Narendra Modi, in Paris on July 14. pic.twitter.com/wgg6HahpuN
— ANI (@ANI) July 16, 2023#WATCH | ‘Jai Ho’ song was played twice at the banquet hosted by France President Emmanuel Macron for PM Narendra Modi, in Paris on July 14. pic.twitter.com/wgg6HahpuN
— ANI (@ANI) July 16, 2023
ડિનર પાર્ટી વીડિયો: જણાવવામાં આવી રહ્યં છે કે, અહિં નરેન્દ્ર મોદી માટે આ ગીત બે વખત ગાવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ઈમેૈનુએલ મેક્રોએ પીએમ મોદી માટે એક પ્રાઈવેટ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ડિનર પાર્ટીનો વીડિયો ચર્ચામાં છે. વીડિયોમાં રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રો અને પીએમ મોદીને ડિનર ટેબલ પર સાથે બેઠેલા જોઈ શકાય છે.
બોલિવુડ સોન્ગનું પરફોર્મન્સ: આ દરમિયાન ફ્રન્સના કાલકારોએ પીએમ મોદી માટે સ્લમડૉગ મિલિયનેયરનું પૉપ્યુલર સોન્ગ 'જય હો' ગાયું હતું. આ ગીતનો મધુર અવાજ સાંભળી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રો અને પીએમ મોદી મંત્રમુગ્ધ થયા હતા. બન્ને રાજનેતાઓને ગીત વધુ પસંદ આવતા બીજ વખત ગાવામાં આવ્યું હતું. પીએમ મોદી તારીખન 13 જુલાઈએ 2 દિવસ માટે ફ્રાન્સ ગયા હતા. જ્યાં પીએમ મોદીને ગ્રૈન્ડ ક્રૉસ ઑફ ધ લીજન ઑફ ઑનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ફ્રન્સના પ્રવાસે PM: ત્યાર પછી પીએમ મોદી આ સન્માન મેળવવાવાળા પહેલા ભારતીય વડા પ્રધાન બની ગયા છે. આ દરમિયાન પીએમ મોદીને ભારતીય સેના, નૌસેના અને વાયુ સેનાની ભાગીદારીની ઝલક બતાવવામાં આવી હતી. તારીખ 14 જુલાઈએ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદી માટે એક પ્રાઈવેટ ડિનર પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં બોલીવુડના ગીતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.