કોચીઃ IT અધિકારીઓએ મલયાલમ ફિલ્મી હસ્તીઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ યાદીમાં અભિનેતા અને નિર્માતા પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran)નું નામ પણ સામેલ છે. કેરળ અને તમિલનાડુના આવકવેરા વિભાગના અધિકારીઓ ગુરુવારે સવારે મલયાલમ ફિલ્મ હસ્તીઓના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડવા પહોંચ્યા (Prithviraj Sukumaran IT raid) હતા. જ્યાં એર્નાકુલમ જિલ્લામાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મી હસ્તીઓ પર ITના દરોડા: અધિકારીઓએ આ દરોડા માટે સ્થાનિક પોલીસની મદદ લીધી નથી. અહેવાલો મુજબ, IT અધિકારીઓએ અભિનેતા-નિર્માતા પૃથ્વીરાજ, મુખ્ય નિર્માતા એન્ટોની પેરુમ્બાવૂર, એન્ટો જોસેફ અને લિસ્ટિન સ્ટીફનના પરિસરમાં દરોડા પાડ્યા હતા. સવારે લગભગ 7.45 વાગ્યે શરૂ થયેલ દરોડો મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
15 સ્થળો પર દરોડા: નોંધનીય છે કે, આ પહેલા આયકર વિભાગે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓના ઘર પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ફિલ્મ પ્રોડક્શન હાઉસ મૈત્રી મૂવી મેકર્સના પરિસરમાં સર્ચ કર્યું હતું. IT અધિકારીઓની ટીમોએ સોમવારે સવારથી હૈદરાબાદમાં પેઢીના ટોચના અધિકારીઓના ઘરો અને ઓફિસો પર એક સાથે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર અધિકારીઓએ નવીન અર્નેની અને યેલામાનચિલી રવિશંકરના ઘર સહિત કુલ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા.