હૈદરાબાદ: ગુજરાતના પ્રખ્યાત સિંગર કિર્તીદાન ગઢવીએ ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોક માટે શોક વ્યક્ત કર્યો છે. ઓડિશામાં તારીખ 2 જૂને શુક્રવારે સાંજે ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લગભગ 280 લોકો મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન કિર્તીદાન ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનથી લઈને ચિરંજીવી સુધીના કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કિર્તિદાન ગઢવીની સંવેદના: ગુજરાતના પ્રખ્યાત સિંગર કિર્તિદાન ગઢવીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''ઓડિશા બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ભગવાન સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરું છું. ભગવાન આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે. જય સોમનાથ વંદેમાતરમ.''
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જીગ્નેશ કવિરાજની સંવેદના: જીગ્નેશ કવિરાજે સંવેદના વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ''ઓડિશા બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની આત્માને શાંતિ આપે.''
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
દિવ્યા ચૌધરીની સંવેદના: આ દરમિયાન ગુજરાતની સિંગર દિવ્યા ચૌધરીએ પણ શોક વ્યક્ત કર્યો છે. ''ઓડિશામાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટનાથી આઘાત અને હૃદય તૂટી ગયું. જે પરિવારોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલ થયેલા લોકોના સ્વસ્થ થવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના મોકલી રહ્યા છીએ.''
બોલીવુડના કલાકરોની સંવેદના: બોલીવુડના કાલાકરો પોતાના સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં સલમાન ખાન, જુનિયર એનટી આર, ચિરંજીવી, શિલ્પા શેટ્ટી, કિરોન ખેર સામેલ છે. આ ઉપરાંત વરુણ ધવન, રકુલ પ્રીત, પ્રિયા આનંદ, અક્ષય કુમાર, અજય દેવગન, શિલ્પા શેટ્ટી જેવા ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.
કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત: તારીખ 2 જૂને સાંજે ઓડિશામાં બોલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લગભગ 280 લોકોના મૃત્યું થયાં છે. આ ઉપરાંત 900 લોકો ઈજાગ્રસ્ત છે. ત્રણ ટ્રેનો અથડાવાની વાત સામે આવતા જ લોકોના હ્રુદય ધ્રૂજી ગયા હતા. સૌપ્રથમ કોરોમંડલ એક્સપ્રેસ રેલવેના પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને માલગાડી ટ્રેનના એન્જિન પર ચઢી ગઈ હતી. ત્યાર પછી બેંગલુરુ એક્સપ્રેસ તેની બોગી સાથે અથડાઈ હતી.