હૈદરાબાદ: આર બાલ્કી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઘૂમર' તારીખ 18 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આજે 'ઘૂમર' બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે ચાલી રહી છે. અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની 'ઘૂમર' બોક્સ ઓફિસ પર આવે તે પહેલા સની દેઓલની ફિલ્મ 'ગદર 2' અને અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'એ બોક્સ ઓફિસ પર સ્થાન જળવી રાખ્યું છે. તો ચાલો આ પડકારો વચ્ચે 'ઘૂમરે' બોક્સ ઓફિસ પર બીજા દિવસે કેટલી કમાણી કરી તે જાણીએ.
ઘૂમર ફિલ્મનું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન: 'ઘૂમર' ફિલ્મે પ્રથમ દિવસે 85 લાખની નિરાશાજનક ઓપનિંગ કરી હતી. જ્યારે બીજા દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 1.2 કરોડ રુપિયાની કમાણી કરી છે, જે પ્રથમ દિવસની સરખામણીએ થોડું વધારે છે. 'ઘૂમર' ફિલ્મની 2 દિવસની કમાણી લગભગ 2 કરોડ રુપિયા થઈ ગઈ છે. વેબસાઈટ અનુસાર હિન્દી ભાષી બજારમાં 'ઘૂમર'ની રેટ 29.97 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. 'ઘૂમર' એ એક યુવાન ક્રિકેટરના જીવન પર આધારિત ફિલ્મ છે, જેમાં અભિષેક બચ્ચન કોચની ભૂમિકામાં જોવા મળે છે.
ઘૂમર થિયેટરમાં સંઘર્ષનો સામનો કરી રહી છે: બોક્સ ઓફિસ પર 'ગદર 2' અને 'OMG 2'એ ધમાકેદાર કમાણી કરીને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઘૂ'મર'ને પ્રભાવિત કરી છે. અભિષેકની ફિલ્મ 'ઘૂમર' પર 'ગદર 2' ફિલ્મની ગંભીર અસર થઈ છે. 'ગદર 2' ફિલ્મે સ્થાનિક સ્તરે 336.20 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે 'OMG 2' ફિલ્મે 100 કરોડના ક્લબમાં સ્થાન મેળવ્યું છે. 'ઘૂમર' ફિલ્મની તુલનાએ અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ 'OMG 2'એ સારું પ્રદર્શન કર્યું છે.
ઘૂમરની સાઉથ ફિલ્મ સાથે ટક્કર: આ સાથે રજનીકાંતની ફિલ્મ 'જેલર' પણ બોક્સ ઓફિસ પર ધડાકો કરી રહી છે. આ એક્સન થ્રિલર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં બીજી સપ્તાહમાં વધારો જોવા મળ્યો હતો. 'જેલર' વર્લ્ડવાઈડ 10 દિવસામાં આશરે 500 કરોડ રુપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. 'જેલર' ફિલ્મને લઈ દર્શકોમાં જોરદાર ક્રેજ જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર આ ત્રમ ફિલ્મો સામે 'ઘૂમરે' ટકવું ખુબ જ મુશ્કેલ થઈ ગયું છે.