હૈદરાબાદ: ફિલ્મ નિર્માતાઓએ 'ઘૂમર' ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. અભિષેક બચ્ચન અને સૈયામી ખેર અભિનીત 'ઘૂમર' ફિલ્મમાંથી ફર્સ્ટ લુક મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. અભિષેક બચ્ચન એક પૈરાપ્લેજિક ખિલાડી પ્રેરિત ફિલ્મમાં એક કોચની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે ફિલ્મની રિલીઝ ટેડ પણ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ આર બાલ્કી દ્વારા નિર્દેશિત છે.
સૈયામીનો ફર્સ્ટ લુક: 34 સેકન્ડનો વીડિયો એક વિચારપ્રેરક વોઈસઓવર સાથે શરુઆત થાય છે. જેમાં પ્રશ્ન કરવામાં આવે છે કે, શું માત્ર એક હાથ ધારાવનાર વ્યક્તિ માટે દેશ માટે રમવું તે તાર્કિક છે. ત્યાર બાદ વીડિયોમાં સૈયામીની એક શાનદાર ઝલક અનીના તરીકે બતાવવામાં આવી છે. આ મહિલા પેરાપ્લેજિક રમતવીર છે અને તેમનો જમણો હાથ કાપાયેલો છે. તેમણે વ્હાઈટ સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેર્યો છે અને તેમના ડાબા હાથથી ક્રિકેટ બોલને મજબૂત રીતે પકડી રખ્યો છે.
અભિષેકનો ફર્સ્ટ લુક: અભિષેક બચ્ચન આ ફિલ્મમમાં કોચની ભૂમિકામાં જોવા મળે છે. તેમણે બ્લેક જેકેટ અને મેચિન્ગ ટી-શર્ટ પહેરી છે. વોઈસઓવરમાં સાંભળવા મળે છે કે, જીવન એ તર્કની રમત નથી પણ જાદુની રમત છે. આ દ્રશ્યમાં અભિષેક બચ્ચનને સૈયામીના પાત્રના ખભા પર હાથ મુકીને ટેકો આપતા દર્શાવ્યા છે. અભિષેક એક વિકલાંગ રમતવીરના કોચ તરીકે જોવા મળે છે.
જાણો ફિલ્મની સ્ટોરી: 'ઘૂમર' ફિલ્મ આર બાલ્કીએ લખી છે અને તેમણે જ આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યુ છે. આ ફિલ્મમાં શબાના આઝમી અને અંગદ બેદી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. 'ઘૂમર' અનિનાની આસપાસ ફરે છે, જે એક યુવા બેટિંગ પ્રોડિજી છે, જેનાં સપના ઉપર પાણી ફરી વડે છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રેકેટમાં પદાર્પણ કરવાની હોય છે. ત્યારે આખરે એક દુખદ ઘટનામાં પોતાનો જમણો હાથ ગુમાવે છે. આ ફિલ્મ તારીખ 18 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.