ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે કોરિયોગ્રાફર વિરુદ્ધ કો-ડાન્સર પર યૌન શોષણ, પીછો કરવા અને તેની જાસૂસી કરવા બદલ કેસ નોંધ્યો (Ganesh Acharya Against Complaint) છે. આ કેસ 2020નો છે અને તાજેતરમાં જ કોરિયોગ્રાફર વિરુદ્ધ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ (Ganesh Acharya Case) કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Ranbir kapoor statment: રણબીર કપૂરના નિવેદન પર રણધીર કપૂરે ઠાલ્વયો આક્રોશ...
અનેક કલમો હેઠળ કેસ: આ મામલામાં પોલીસે કોરિયોગ્રાફર અને તેના સહાયક વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ સંજોગોમાં કોરિયોગ્રાફરના સહાયકે જણાવ્યું કે, "તેમને ચાર્જશીટ અંગે જાણ કરવામાં આવી હતી".
આ મામલો 2020નો: મહિલા ડાન્સરના જણાવ્યા અનુસાર, તેણે વર્ષ 2020માં એક મીટિંગમાં ગણેશ આચાર્યના કાર્યોનો વિરોધ કર્યો હતો, જેના પગલે તેણે મારી સાથે દુર્વવ્યહાર કર્યો હતો. આ ઉપરાંત, કોરિયોગ્રાફરના સહાયકે મહિલા ડાન્સર સાથે મારપીટ પણ કરી હતી. પીડિતાએ ઉજાગર કર્યું કે, એક મહિલા અસિસ્ટંટે મને ગાળ પણ આપી અને મને બદનામ કરવાની સાથે સાથે માર પણ માર્યો હતો. આ બાદ હું બન્નેની ફરિયાદ લઇને પોલિસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં પોલીસે ફરિયાદ નોંધવાથી ઇન્કાર કરી દીધો હતો. આ બાદ વકીલની સહાયથી ફરિયાદ નોંધાવી હતી.
ગણેશે 'ઊ અંટાવા'નું કોરિયોગ્રાફ કર્યું હતું: ગણેશ આચાર્ય ભારતીય સિનેમાના જાણીતા કોરિયોગ્રાફર છે. હાલમાં જ તે સાઉથની ફિલ્મ 'પુષ્પા-ધ રાઇઝ-પાર્ટ-1'માં સુપરહિટ ગીત 'ઊ અંટાવા'નું કોરિયોગ્રાફ કરીને છવાયો હતો. આ પછી તેણે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'બચ્ચન પાંડે'ના ટાઈટલ સોંગ 'બચ્ચન પાંડે'નું પણ કોરિયોગ્રાફ કર્યું હતું. ગણેશ આચાર્યના ડાન્સનું હિટ લિસ્ટ ઘણું લાંબુ છે.
આ પણ વાંચો: Aryan khan drug case: NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસની મોહલત