હૈદરાબાદ: સન દેઓલે તેમની ફિલ્મ 'ગદર 2'ની ટીકાનો જવાબ આપ્યો છે, જેમાં પાકિસ્તાન વિરોધી ફિલ્મ કહી છે અને મુસ્લિમોને નકારાત્મક રીતે દર્શાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 'ગદર 2'ને બોકસ ઓફિસ પર સફળતા મળી તેમ છતાં આ આરોપોએ તેમની ફિલ્મ વિશેની ચર્ચાઓને વેગ આપ્યો છે. સનીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેમનો હેતુ મનોરંજન કરવાનો છે.
સની દેઓલની પ્રતિક્રિયા: 'ગદર 2' અંગે નકારાત્મક કોમેન્ટ આવી હતી. સનીએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિનેમાને વિશ્લેષણના વિષયને બદલે મનોરંજન તરીકે જોવું જઈએ.'' બીબીસી યુકે સાથેની વાતચિત દરમિયાન સનીએ આ વિચારને સંબોધિત કર્યો કે, ગદર 2ને પાકિસ્તાન વિરોધી માનવામાં આવે છે. તેમણે 1947માં વિભાજનથી ઉદ્ભવેલી દુશ્મનીનો સ્વીકારકર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને દેશોના લોકો તેમની સહિયારી માનવતાને ઓળખે છે. ફિલ્મોમાં હીરો અને વિલન સહિત વિવિધ શેડ્સના પાત્રો હોય છે, જે સ્ટોરી આગળ ધપાવે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
સની દેઓલનું નિવેદન: અભિનેતાએ સ્પષ્ટતા કરી હતી કે, સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે ક્યારેય પડદા પર નિભાવેલા કોઈ પણ પાત્રને ઓછું કરવાનો ઈરાદો નથી રાખ્યો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અપમાનજનક દ્રશ્યને સમર્થન આપતા નથી. તેમણે અગાઉ રિલીઝ કરવામાં આવેલી બોર્ડરનો સંદર્ભ આપાતા જણાવ્યું હતું કે, યુદ્ધ દરમિયાન સૈનિકોના વાસ્તવિક અનુભવોથી પ્રેરિત છે. જો કે, સ્વીકાર્યું કે અર્થઘટન વ્યાપકપણે બદલાઈ શકે છે.
ગદર 2 ફિલ્મનું કલેક્શન: સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આજે આ ફિલ્મ 17માં દિવસે ચાલી રહી છે. તરણ આદર્શના અહેવાલ મૂજબ, તારીખ 26 ઓગસ્ટના રોજ 16માં દિવસે આ ફિલ્મ 13.75 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સાથે 'ગદર 2' ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 439.37 કરોડ રુપિયા થઈ ગયું છે.