મુંબઈઃ આ વર્ષે અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' બનાવનાર ડાયરેક્ટર સુદીપ્તો સેનની તબિયત સારી નથી. તેમને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદો જણાવવામાં આવી રહી છે. જેની સારવાર માટે તે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. ફિલ્મ નિર્દેશક તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા હતા.
ડાયરેક્ટરની હેલ્થ અપડેટ: દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર ડીહાઈડ્રેશન અને ઈન્ફેક્શન સામે લડી રહ્યા હતા. એક મીડિયા પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં 'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટરે તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ''મને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદ હતી.''
સુદીપ્તો સેનનું નિવેદન: પરંતુ હવે સ્થિતિ કાબુમાં હોવાથી આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુદીપ્તો સેન હજુ પણ 'ધ કેરલા સ્ટોરી'ના બોક્સ ઓફિસના આંકડાઓથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો 'ધ કેરલા સ્ટોરી' જુએ. આ ફિલ્મ દ્વારા હું જે સંદેશ આપવા માંગુ છું તે વધુમાં વધુ લોકો સુધી પહોંચવો જોઈએ.
સુદીપ્તોની ફિલ્મનો સંદેશ: ડાયેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ''વિશ્વની ઓછામાં ઓછી 10 ટકા ભારતીય વસ્તી મારી ફિલ્મ જુએ, તો જ હું તેને સાચી સફળતા ગણીશ.'' 'ધ કેરલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તેને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેની રિલીઝ પછી તેના પર ઘણા રાજ્યોમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.