દિલ્હી: Sukesh Chandrasekhar Case: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે દિલ્હી પોલીસે 200 કરોડના ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં બુધવારે અભિનેત્રીને સમન્સ જારી (Delhi Police summons Jacqueline Fernandez) કર્યું છે. સમન્સ અનુસાર, અભિનેત્રીને પૂછપરછ માટે 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવાનું છે. આ પહેલા દિલ્હી કોર્ટે અભિનેત્રીને સમન્સ જારી કર્યું હતું.
આ પણ વાંચો: સૈફ અલી ખાનના બનેવી કુણાલ ખેમુએ કરી તેની પ્રથમ ફિલ્મની જાહેરાત
જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ જારી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ જારી કરીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તાજેતરમાં આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લીધી છે.
ચાર્જશીટમાં કેટલાક મહત્વના મુદ્દા: તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના PMLA કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ બીજી પૂરક ચાર્જશીટમાં કેટલાક મહત્વના મુદ્દા મળ્યા છે.
ચંદ્રશેખર અને જેકલીનની પૂછપરછ: કેસની સત્યતા બહાર લાવવા માટે EDએ ગયા વર્ષે ચંદ્રશેખર અને જેકલીનની પૂછપરછ કરી હતી. EDએ પહેલા બંનેને પોતાનો પરિચય આપવા કહ્યું, જેના પર ચંદ્રશેખર અને જેક્લીને તેમના નામ આપ્યા.
EDનો બીજો પ્રશ્ન: EDએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તેઓ એકબીજાને કેવી રીતે ઓળખતા હતા. આ અંગે જેક્લિને કહ્યું કે તેઓ ફેબ્રુઆરી 2021 થી ફોન પર વાત કરી રહ્યા હતા, પરંતુ ગયા વર્ષે ઓગસ્ટ પછી તેઓએ એકબીજા સાથે વાત કરી ન હતી.
ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે: અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે જૂન 2021માં ચેન્નાઈમાં ચંદ્રશેખરને બે વાર મળી હતી. ચંદ્રશેખરે પણ પુષ્ટિ કરી હતી કે જેકલીને જે કહ્યું તે સાચું હતું. EDએ ચંદ્રશેખરને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તેણે જેકલીન સાથે પોતાનો પરિચય કેવી રીતે આપ્યો? ચંદ્રશેખરે કહ્યું કે તેણે જેકલીનને કહ્યું કે તે શેખર છે.
આ પણ વાંચો: Filmfare Awards 2022ના વિજેતાઓનું લિસ્ટ જૂઓ
ફર્નાન્ડિઝનો જવાબ: ફર્નાન્ડિઝે તેના જવાબમાં કહ્યું કે ચંદ્રશેખરે સન ટીવીના માલિક હોવાનો દાવો કરતી વખતે પોતાને શેખર રત્ન વેલા તરીકે ઓળખાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ દિવંગત નેતા જયલલિતાના ભત્રીજા છે.